Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ભારતના પ્રથમ રાષ્‍ટ્રપતિ ડો.રાજેન્‍દ્ર પ્રસાદનો જન્‍મ દિવસ

સર્વપ્રથમ ભારતનું સર્વોચ્‍ચ હોદ્દો ધરાવનાર સ્‍વતંત્રતા કાર્યકર ,વિદ્વાન, વકીલ અને એક લેખક એવા આપણા પ્રથમ રાષ્‍ટ્રપતિ ડોક્‍ટર રાજેન્‍દ્ર પ્રસાદની આજે જન્‍મજયંતિ છે.

 ડોક્‍ટર રાજેન્‍દ્ર પ્રસાદનો જન્‍મ ૩ ડિસેમ્‍બર ૧૮૮૪માં બિહારના સિવાન જિલ્લામાં થયો હતો. તેમના પિતા મહાદેવ સંસ્‍કળત અને પર્શિયન અન્‍ય ભાષાના વિદ્વાન હતા તેમની માતા કમલેશ્વરી દેવી એક ધર્મ પ્રેમીસ્ત્રી હતી જે રામાયણ અને મહાભારત થી લઈને પુત્રને ધર્મને લગતી વાર્તાઓ કહેતી હતી.

 આઝાદીના વર્ષ પછી, ૨૬ જાન્‍યુઆરી, ૧૯૫૦ ના રોજ, સ્‍વતંત્ર ભારતના બંધારણને અમલમાં મુકવામાં આવ્‍યું અને ડો. રાજેન્‍દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્‍ટ્રપતિ તરીકે ચૂંટાયા.

 ભારતના રાષ્‍ટ્રપતિ તરીકે વિદેશી દેશો સાથે રાજદ્વારી સંબંધ બાંધીને ભારતના રાજદૂત તરીકે તેમણે વિશ્વનો વ્‍યાપક પ્રવાસ કર્યો.કર્યો. ૧૯૫૨ અને ૧૯૫૭ માં તેઓ સતત બે વાર ચૂંટાયા , અને આ સિદ્ધિ હાંસલ કરનારા ભારતના એકમાત્ર રાષ્‍ટ્રપતિ બન્‍યા. મુઘલ બગીચા ખાતે રાષ્‍ટ્રપતિ ભવનમાં તેમના કાર્યકાળ દરમિયાન પ્રથમ વખત એક મહિના માટે જાહેર જનતા માટે દરવાજા ખુલ્લા રાખવામાં આવ્‍યા અને ત્‍યારથી તે દિલ્‍હીના લોકો અને દેશ માટે એક મોટી આકર્ષણની બાબત હતી.

૯ સપ્‍ટેમ્‍બર ૧૯૬૨ માં તેમની પત્‍નીનું અવસાન થયું. ત્‍યારબાદ ૧૯૬૨માંતેમને દેશનો સર્વોચ્‍ચ નાગરિક એવોર્ડ ભારત રત્‍નથી નવાજવામાં આવ્‍યા હતા.

 સ્‍વતંત્રતા ચળવળમાં રાજેન્‍દ્ર પ્રસાદે મુખ્‍ય ભૂમિકા ભજવી હતી. ભારતમાં રાષ્‍ટ્રીય કોંગ્રેસ સાથે પહેલું અધિવેશન સંગઠન કલકત્તામાં આયોજિત વાર્ષિક અધિવેશન દરમિયાન થયું હતું.૧૯૧૬માં ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસના લખનઉ સત્ર દરમિયાન, તેમની મુલાકાત મહાત્‍મા ગાંધી સાથે થઈ હતી. તેઓ મહાત્‍મા ગાંધીના સમર્પણ અને હિંમતથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.

 રાજેન્‍દ્ર પ્રસાદે દેશની સામે ઘણા દાખલા રજૂ કર્યા હતા. રાષ્‍ટ્રીય ભંડોળમાં રાષ્‍ટ્રપતિ તરીકે મળેલ પગારનો અડધો ભાગ તે દાનમાં આપતા હતા. આઝાદી પછીના મોટા નેતાઓમાંના એક એવા રાજેન્‍દ્ર પ્રસાદના નિધન પછી તેમના પરિવારનું શું થયું તે જાણવાની કૂતુહલતા સૌના મનમાં હશે. 

 રાષ્‍ટ્રપતિ ભવન સુધી પહોંચ્‍યા બાદ પણ તેઓ પોતાની સાદગી માટે સર્વોપરી રહ્યા હતા. તે પહેલા એવા રાષ્‍ટ્રપતિ હતા જે જમીન પર આસાન પાથરી બેસતા હતા. તેમણે રાષ્‍ટ્રપતિ ભવનમાં અંગ્રેજી રીતભાત ફોલ કરવાનો ઈનકાર કર્યો હતો.

: લેખન :

ડૉ.સચિન જે પીઠડીયા

G.E.S Class 2 

સરકારી વિનયન કોલેજ ભેસાણ

(1:01 pm IST)