Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

મોરબી એસઓજીએ દેશી પિસ્તોલ અને કાર્ટીસ સાથે મકબુલ પીંજારાને ઝડપી લીધો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) તથા મોરબી એસઓજીનો કાફલો નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩ : મોરબીમાં એસ.ઓ.જી. પોલીસે ખાખરેચી દરવાજા પાસેથી એક શખ્સની દેશી પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યાને બાતમી મળી હતી કે,ખાખરેચી દરવાજેથી એક ઇસમ પીસ્તોલ તથા કાર્ટીઝ સાથે નિકળનાર છે. આ બાતમીને આધારે એમ.એસ.અંસારી,ઙ્ગપો.સબ ઇન્સ., એસ.ઓ.જી., તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. જયાં મોરબીની મેમણશેરીમાં રહેતો આરોપી મકબુલ ઇસ્માઇલભાઇ પીંજારા રૃ.૧૦,૦૦૦ની કિમતની દેશી બનાવટની પિસ્તોલ અને રૃ.૨૦૦ની કિમતના બે જીવતા કાર્ટિસ સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે કુલ રૃ.૧૦,૨૦૦નો મુદામાલ કબ્જે કરી આરોપી મકબુલ વિરૃધ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવ્યો હતો.ઙ્ગ

એસ.ઓ.જી.ના એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રસીકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, મહાવિરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ માવાભાઇ મીયાત્રા, આશીફભાઇ રાઉમા, કમલેશભાઇ ખાંભલીયા, અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ લોખિલ વગેરે જોડાયેલ હતા.(

(1:06 pm IST)