Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

પતિ સાથે બોલાચાલી થતાં પત્નીએ ઝેરી દવા પી આપઘાત કર્યો : મોરબીનો બનાવ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩ : મોરબી શહેરમાં પતિ સાથે બોલાચાલી થતાં પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરતાં ચકચાર મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.ઙ્ગ

ઙ્ગપ્રાપ્ત વિગતો અનુસાર રામદેવનગર સો ઓરડીમાં રહેતી અને કચરો વીણવાનું કામ કરતી ૪૦ વર્ષીય મંજુબેન ભરતભાઇ સોલંકી નામની મહિલાને પતિ સાથે બોલાચાલી થતાં તેને મનમા લાગી આવ્યું હતું અને રાત્રીનાઙ્ગઙ્ગઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને પગલે પરિવારજનો દ્વારા તેમને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું.ઙ્ગ

આ અંગેની જાણ મોરબી સીટી બી ડિવીઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:10 pm IST)