Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

બીજા તબક્કાની ચૂંટણીમાં જામનગર જિલ્લાના ૩૦૦ હોમગાર્ડઝ જવાનો બનાસકાંઠા રવાના થયા

જામનગર જિલ્લા હોમગાર્ડઝ ના ૮૧૮ જવાનોએ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જામનગર જિલ્લામાં સફળતા પૂર્વક ફરજ બજાવી'તી

 (મુકુંદ બદિયાણી દ્વારા )જામનગર તા ૩ :  જામનગર જિલ્લાના ૮૦૦ થી વધુ હોમગાર્ડના જવાનોએ જામનગર જિલ્લાની પ્રથમ તબક્કાની ચૂંટણીની પ્રક્રિયાઓ સફળતાપૂર્વક સંપૂર્ણ કરી લીધા પછી આજે બીજા તબક્કા ના મતદાન માટે જામનગરના ૩૦૦ થી વધુ હોમગાર્ડના જવાનોને બનાસકાંઠા માં ચૂંટણી ફરજ માટે રવાના કરવામાં આવ્યા છે.

 જામનગર જિલ્લા હોમગાર્ડઝ ના ૮૧૮ જવાનોએ  પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જામનગર જિલ્લામાં સફળતા પૂર્વક ફરજ બજાવ્યા બાદ હાલ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી સુરેશભાઈ ભીંડી ની સીધી દેખરેખ હેઠળ જિલ્લાના જામનગર સિટી, ધ્રોલ, કાલાવડ, જામ વંથલી, જામ જોધપુર, ગોપ, લાલપુર વિ. યુનિટના ૩૦૦ હોમગાર્ડઝ જવાનો બનાસકાંઠા ખાતે બીજા તબક્કાની ચૂંટણીમાં ફરજ બજાવવા ગઈ મોડી રાત્રે રવાના થયા છે.

આ જવાનોના કોન્ટીજન્ટ ઇન્ચાર્જ તરીકે અધિકારી શ્રી રાજુ ભાઈ પાણખાણીયા, હિતેશ જેઠવા, યજ્ઞેશ વ્યાસ વિ. જઇ રહ્યા છે. જે ૩૦૦ જવાનોની સાથે કમલેશ ગઢીયા, જયેશ રાણા, રાજુ ઓઝા, હિમાંશુ પુરોહિત, રામભાઈ મેવાડા, જાવીયા ભાઈ, જોશી ભાઈ, વાછાણીભાઈ, પદુભા ગોહિલ, પરમારભાઈ વગેરે અધિકારીઓ સતત સાથે રહેશે.

 

 જામનગર જિલ્લા કમાન્ડન્ટ શ્રી સુરેશભાઈ ભીંડી તથા લીગલ શ્રી ગિરીશ સરવૈયા એ તમામ જવાનોને શુભેચ્છા આપી બનાસકાંઠા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.

(2:49 pm IST)