Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2023

નખત્રાણા બસ સ્ટેશન ખાતે “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇનનો” પ્રારંભ કરાવતાં સાંસદ વિનોદભાઇ ચાવડા

મુસાફરોને કચરો કચરા પેટીમાં નાખવા, બસ સ્ટેન્ડમાં કચરો ન ફેંકવા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાની અપીલ

ભુજ: સાંસદ વિનોદભાઇ ચાવડાએ નખત્રાણા બસ સ્ટેશન ખાતેથી “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇન-૨૦૨૩”નો પ્રારંભ કરાવ્યો હતો. સાંસદશ્રીએ એસ.ટી.બસમાં બેઠેલા મુસાફરોને કચરો કચરા પેટીમાં નાખવાબસ સ્ટેન્ડમાં કચરો ન ફેંકવા અપીલ કરી હતી.

 શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇનના પ્રારંભે સાંસદ વિનોદભાઇ ચાવડા તથા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ ચાવડાએ “કચરો કચરા પેટીમાં નાખવો” જેવા સૂત્રો વાળા સ્ટીકર બસમાં લગાવીને “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા”નો સંદેશ પુરો પાડ્યો હતો. તથા એસ.ટી બસ સ્ટેન્ડ પરિસરમાં સફાઇ કરી હતી.

 આ પ્રસંગે સાંસદએ જણાવ્યું હતું કે એસ.ટી.બસ આપણે સૌને સમય પર અને સલામત રીતે નિશ્ચિત સ્થાન પર પહોંચાડે છે. ત્યારે એસ.ટી.બસ અને બસ ડેપોને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 'શુભ યાત્રાસ્વચ્છ યાત્રાઅંતર્ગત આજથી શરૂ કરવામાં આવેલ રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન હેઠળ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈ સૌને જીવનમાં સ્વચ્છતાનો મૂળમંત્ર આત્મસાત કરવા આહ્વાન કર્યું. 

  આ પ્રસંગે ધારાસભ્યએ લોકભાગીદારી થકી બસ સ્ટેન્ડ અને બસને ચોખ્ખી રાખીને “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇન"ને સાચા અર્થમાં સાકાર કરવાં નાગરિકોને અનુરોધ કર્યો હતો.

આ અભિયાનમાં એસ.ટી.ડેપોના અધિકારી,કર્મચારીઓસામાજીક આગેવાનઓ તથા મુસાફરો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

(12:00 am IST)