Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ધોરાજીમાં પત્નીનો દરજ્જો આપવાના વાયદા સાથે ૮ વર્ષથી મહિલાનું શોષણ કરતાં ધોરાજીના મુસ્લીમ શખ્સ સામે ગુનો નોંધાયો

આરોપીએ મહીલાની આગલા ઘરની દીકરી સાથે પણ અડપલા કર્યાની વિગતો ફરિયાદમાં આવી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી : ધોરાજીના મુસ્લીમ શક્ક્ષ એ નિકાહ કરવાના વાયદા આપી છેલ્લા ૮ વર્ષથી મુસ્લીમ મહીલાનું શોષણ કર્યા બાદ તરછોડી દેતા ધોરાજી પોલિસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજી ની મુસ્લીમ મહીલાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ધોરાજીનો ઇમરાન સિદિક નવીવાલા (ઉવ.૩૫ )ધંધો વેપાર(રે. પ્રવિણભાઇ ગરબી ચોક વાળા) અમારા પરિચયમાં આવ્યા બાદ અમારે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને ૧૨/૫/૨૦૧૩ નાં રોજ ધોરાજી તાલુકાના ઉદકિયા ગામે લઈ જઈ મોલાના સમક્ષ રજુ કરી નીકાહ થઈ ગયા હોવાનુ જણાવી દીધું હતું.
ત્યાર બાદ આરોપી અવાર નવાર અમારી ઘરે પતિના દરજ્જે આવી મારકૂટ કરી બળજબરીથી શરીર સંબંધ બાંધતો. થોડા સમય પહેલા ફરિયાદીની આગલા ઘરની દીકરી ને પણ શારીરિક અડપલા કરતા તેને આવું ન કરવાં ટકોર કરતા આરોપી ઉગ્ર બની જતો હતો. આરોપી પત્ની તરિકે નો દરજ્જો ન આપતાં અને રોજરોજ શારીરિક માનસિક યાતના આપતા ફિનાઇલ પી ને જીવન ટૂંકાવવા પ્રયત્ન કર્યો હતો. છેલ્લા આઠ આઠ વર્ષથી મહિલાનુ શારીરિક શોષણ થતું રહ્યું અને આખરે આરોપીએ દીકરી સમાન નાની બાળકી પર પણ કુદ્રષ્ટિ કરી શારીરિક અડપલા કરી તેની શેતાનયત ભરી વૃત્તિ બતાવી દીધી હતી.
ધોરાજી પોલીસે આરોપી ઇમરાન નવિવાલા સામે IPC ૩૨૩,૩૭૬, એને ૩૫૪ મુજબ ગુનો નોંધી વધુ કાયૅવાહી હાથ ધરી છે.

(8:59 pm IST)