Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ભાવનગરમાં કોરોનાના નવા 18 કેસો નોંધાયા: એક્ટિવ કેસની સંખ્યા 53 એ પહોંચી

ભાવનગરમાંથી આઠ દર્દીઓ કોરોના મુક્ત થતા તેઓને ડિસ્ચાર્જ કરાયા

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :ભાવનગર શહેરમાં  કોરોના વિસ્ફોટ થયો છે. શહેરમાં 17 અને ગ્રામ્ય માં એક મળી આજે 18 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આજે ભાવનગર શહેરમાં 17 અને ગ્રામ્ય માં 1 કેસ મળી કુલ 18  પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં 5 પુરુષ અને 12 મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે જ્યારે ભાવનગરગ્રામ્ય માં એક મહિલાનો કોરોના કેસ પોઝિટિવ આવ્યો છે. આજે ભાવનગરમાંથી આઠ દર્દીઓ કોરોના મુક્ત થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.આજના 18 કેસ મળી ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી 53  થવા પામી છે. કોરોનાના કેસો રોજેરોજ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

(8:58 pm IST)