Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ધોરાજી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 9 મે રવિવારના રોજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની રક્તતુલા સમારોહ યોજાશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 8 ને રવિવારના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ ની રક્તતુલા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે
ધોરાજીના તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાલધા એ જણાવેલ કે ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં આવેલ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ  છેલ્લા ઘણા વર્ષોથી અલગ-અલગ વિભાગની સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે જેમાં નવરાત્રી મહોત્સવ રાહત દરે ફટાકડા વિતરણ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી હિંદુ તહેવારોની ઉજવણી પશુ રસીકરણ કેમ્પ મેડીકલ કેમ્પ વગેરે સામાજિક કાર્યક્રમો સેવાભાવથી કરી રહી છે ત્યારે હાલના સમયમાં ગરીબોને વિનામૂલ્યે બ્લડ મળી રહે તે હેતુથી તારીખ 9 ને રવિવારના રોજ ધોરાજીના લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે સવારે 9થી બપોરના 2:30 કલાક સુધી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થાપક પ્રમુખ સ્વર્ગસ્થ ડી.જી બાલધા તેમજ સ્વર્ગસ્થ અલ્પેશભાઈ પેથાણી ની સમૂર્તિ માં મહારક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
બાદ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ ની રક્તતુલા સમારોહ યોજાશે આ સમારોહમાં રાજ્યના મંત્રી અરવિંદ ભાઈ રૈયાણી પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક જેતપુર ના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા ખાસ ઉપસ્થિત રહેશે તેમજ સંત શિરોમણીમા ધોરાજી સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી મોહનપ્રસાદદાસ પુરાણી સ્વામી જુનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય કલ્યાણમૂર્તિ સ્વામી તેમજ પૂજ્ય સેવાનંદદાસ સ્વામી તેમજ નાનકશા ધોરાજી ની જગ્યા ના મહંત  ભીખુબાપુ નાનક વિગેરે સંતો ઉપસ્થિત રહેશે તેમજ ધોરાજીના અતિથિવિશેષ અને સન્માનિત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે
ધોરાજીમાં તા.9 ને રવિવારના રોજ સવારે ૯ થી બપોરે 2:30 કલાક સુધી મહારક્તદાન કેમ્પ માં પધારવા ધોરાજી ની જનતા ને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ બપોર બાદ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી આર પાટીલની રક્તતુલા સમારોહમાં પણ ધોરાજીની જનતાને પધારવા ખાસ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમ રાજુભાઈ બાલધા એ જણાવ્યું હતું

(10:28 pm IST)