Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ટ્રેક્ટરે બે મિત્રોને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે મોત

બંને યુવક નિકાવા ગામના વાતની હતા : જામનગરમાં ફરી કાલમુખું ટ્રેક્ટર નવયુવાનને ભરખી ગયું થોડા સમય પહેલા ટ્રેક્ટરની ઠોકરે બે યુવકનું મોત થયું હતું

જામનગર,તા.૩ : જામનગર જિલ્લામાં ફરીએકવાર કાળમુખું ટ્રેક્ટર નવયુવાનને ભરખી ગયું છે. થોડા સમય પહેલા જ ટ્રેક્ટરની ઠોકરે બે યુવકનું મોત થયું હતું, હવે કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામ નજીક નજીલ ટ્રેક્ટરની ઠોકરે એક યુવકનું મોત થયું છે. બે મિત્રો કાર લઈને જતા હતા ત્યારે ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં નિકાવા ગામના આશાસ્પદ યુવકનું માથાના ભાગે ઇજા થતાં કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું.

પોલીસ ચોપડે નોંધાયેલી વિગત પ્રમાણે જામનગરના કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામ નજીક જી.જે.૧૦.બીઆર.૩૩૬૮ નંબરના ટ્રેક્ટર અને જીજે ૩ ડીએન ૯૫૪૪ નંબરની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ૨૦ વર્ષીય પ્રશાંતભાઇ જેન્તીભાઇ મુછડીયાને માથાના ભાઈ ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. તથા તેઓના મીત્ર નીખીલભાઇ સુરેશભાઇ પરમારને આંખના ભાગે ઈજાઓ થાતાં સારવાર અર્થે ખાસેડવામાં આવ્યો હતો. અકસ્માતનો ભોગ બનનાર બંને યુવક નિકાવા ગામના વાતની હતા. ૨૦ વર્ષના આશાસ્પદ યુવકના કરુણ મૃત્યુ થતાં પરિવારમાં ભારે શોકની લાગણી પ્રવાર્તિ હતી. પોલીસની પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું હતું કે બંને યુવાનો નીકાવા ગામથી ચાંદલી ગામે કામ અર્થે જતા હતા એ દરમ્યાન આ ઘટના બની હતી. હાલ પોલીસે ટ્રેક્ટર ચાલાક સામે ગુણો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(8:48 pm IST)