Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

રાજકોટ જિલ્લા સહકારી બેંક ખાતે રાષ્ટ્રીય કક્ષાના સહકારી અગ્રણીઓએ મુલાકાત લીધી

dir="ltr"> 
(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: રાજકોટ ખાતે શ્રી રાજકોટ જીલ્લા સહકારી બેંક લી.ના મુખ્ય મથક “શ્રી વિઠલભાઈ રાદડીયા જીલ્લા બેંક ભવન”ખાતે રાષ્ટ્રીય કક્ષાની સહકારી સંસ્થાઓના ચેરમેનઓ તેમજ ડીરેક્ટરઓ જીલ્લા બેંકની મુલાકાતે પધારતા કૃભકોના ચેરમેન ચંદ્રપાલ યાદવ,ઈફકોના દિલિપભાઈ સંધાણી તેમજ નાફેડના ચેરમેન બિજેન્દર સિંગ તેમજ ડિરેક્ટરઓનુ સ્વાગત તેમજ સન્માન કરીને બેંકના મુખ્ય ભવનની મુલાકાત કરીને જીલ્લા બેંક દ્વારા થઈ રહેલ ખેડુતલક્ષી કામગીરીથી અવગત કરાવતા જીલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયા તેમજ વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા તેમજ એમ.ડી. ધનશ્યામભાઈ ખાટરીયા તેમજ ડીરેક્ટરઓ તેમજ બેંકના જનરલ મેનેજર વી.એમ.સખીયા અને અધીકારીઓ,જીલ્લા બેંકની મુલાકાતે પધારેલા રાષ્ટ્રીયકક્ષાના સૌ સહકારી આગેવાનો દ્વારા આપણા ખેડુત નેતા પૂ.વિઠલભાઈ રાદડીયા સાહેબને યાદ કરીને જીલ્લા બેંક દ્વારા થઈ રહેલ ખેડુતલક્ષી કામગીરીથી પ્રભાવિત થઈ ને બેંકના ચેરમેન જયેશ રાદડીયા તેમજ બોર્ડ ઓફ ડીરેક્ટરઓ તેમજ અઘીકારીઓને અભિનંદન પાઠવીને ખુશી વ્યક્ત કરેલ હતી.
(6:55 pm IST)