Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

સૌથી વધુ કપાસના ભાવ મળતા હોવા છતાં હાલારના ખેડૂતો કપાસના પાકને નુકસાન

ઇયળનો ઉંપદ્રવ અને ઓછા ઉંતારાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો

જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલ લીંબુડા ગામના ખેતરોમાં ઉંભા કપાસમાં છેલ્લી વીણાટ સમયે જ ઈયળના ઉંપદ્રવ અને ઓછા ઉંતારથી ખેડૂતોની ચિંતા વધી છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩ઃ સૌથી વધુ કપાસના ભાવ મળી રહ્યા છે છતાં પણ ખેતરમાં ઉંભેલા કપાસના પાકને લઈને જામનગરના ખેડૂતો આ કારણોસર ચિંતામાં છે
જામનગર જિલ્લામાં કપાસના સૌથી વધુ ભાવ મળી રહ્યા છે તેવા સમયે જ ખેડૂતો પોતાના ખેતરમાં ઉંભેલા કપાસ ને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે.
શિયાળાની ચાલી રહેલી મિશ્ર ઋતુમાં એક તરફ્ કમોસમી વરસાદ વેરી બન્યો છે તો બીજી તરફ્ ખેડૂતોના ઉંભા કપાસના પાકમાં લાલ ઈયળના ઉંપદ્રવને લઈને કપાસના ફલમાં ભારે નુકસાની આવી રહી છે. મોંઘા બિયારણ અને મહેનત મજૂરી બાદ પણ વિડિયો ઓછા ઉંતારને લઈને ખેડૂતોને કપાસનો ભાવ તો મળી રહ્યો છે પરંતુ જે પ્રમાણમાં ઉંત્પાદન થવું જોઈએ તે નથી થઈ રહ્યું.
જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે કપાસમાં ઇયળ અને જીવાતના ઉંપદ્રવને લઈને કપાસની છેલ્લી વીણાટ કરી રહેલા ખેડૂતો પાસેથી જાણવા મળ્યું કે કપાસની હાલની પરિસ્થિતિ બજારમાં તો ખૂબ સારા ભાવને લઈને સારી છે પરંતુ જગતના તાતે પોતાની જમીનમાં વાવેલા કપાસમાં નહિવત ઉંતારો એટલે કે ઉંત્પાદન ઓછું થઇ રહ્યું છે. જામનગર જિલ્લામાં કુલ ૧ લાખ ૨૯ હજાર હેક્ટરમાં આ વર્ષે કપાસનું વાવેતર થયું છે. અગાઉં દર વર્ષે એક લાખ હેક્ટર આસપાસ જ કપાસનું વાવેતર થતું હતું પરંતુ કપાસના વધી રહેલા ભાવને લઈને ખેડૂતોએ પણ કપાસનું આ વર્ષે વધુ વાવેતર કર્યું છે ત્યારે, બજારમાં કપાસનો ૨૦૦૦ રૂપિયાથી વધુ સારો ભાવ તો છે. પરંતુ ખેતરોમાં છેલ્લી વિણાટ સમયે જ કમોસમી વરસાદ અને મિશ્ર વાતાવરણને લઈને જોઈએ તેટલું કપાસનો ફલ નથી આવ્યો અને ઈયળના ઉંપદ્રવથી ખેડૂતોની મુશ્કેલી ભરશિયાળે વધી રહી છે.

(11:05 am IST)