Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જામકંડોરણાના થોરડી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

 જામકંડોરણાઃ રાજયના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત સાતમાં તબક્કાનો તાલુકાના મેઘાવડ, બોરીયા, બેલડા, થોરડી, રામપર ગામોનો સેવાસેતુ કાર્યક્રમ તાલુકાના થોરડી ગામે યોજાયો હતો આ સેવાસેતુ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી જી.વી.મિયાણી, મામલતદાર વી.આર.મુળિયાસીયા, તાલુકા વિકાસ અધિકારી બી.આર.બગથરીયા, રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, યાર્ડના ચેરમેન સંજયભાઇ બોદર, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અમિતભાઇ બગડા, કારોબારી ચેરમેન ધ્રુપાલસિંહ જાડેજા, થોરડી ગામના સરપંચ સહિતના અધિકારીઓ તેમજ આગેવાનોએ હાજરી આપી હતી કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદાર આર.જી.લુણાગરીયા તેમજ પ્રશાંતભાઇ મહેતાએ કર્યુ હતું.(તસ્વીર-અહેવાલઃમનસુખભાઇ બાલધાઃ જામકંડોરણા)

(10:30 am IST)