Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ફાયર સેફટીના સાધનો વગરની ભુજની ૧૦૫ બહુમાળી ઇમારતોને કરાશે તાળાબંધી : ત્રણ સીલ કરાઇ

ભુજ,તા. ૪: ભુજની બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટીની સલામતી અંગે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની કરાયેલ અરજીને પગલે ભુજ પાલિકાએ ૧૦૫ બહુમાળી ઇમારતો સામે ફાયર સેફ્ટી સંદર્ભે કામગીરી શરૂ કરી છે.

ભુજમાં ૧૦૫ જેટલી બહુમાળી ઈમારતો પૈકી અત્યારે જયાં કોઈ રહેતું નથી એવી ૩ ઈમારતોને સીલ કરી અન્ય બહુમાળી ઈમારતોના રહેવાસીઓ ને ફાયર સેફ્ટી એનઓસી લઈ લેવા માટે જણાવાયું છે. અત્યારે ભુજની ત્રણ બહુમાળી ઈમારતો પાર્શ્વનાથ ચેમ્બર, જયરત્ન એપાર્ટમેન્ટ અને સરગમ એપાર્ટમેન્ટ સીલ કરાયા છે. ફાયર સેફ્ટીની એનઓસી નહીં મેળવનાર બહુમાળી ઈમારતોના પહેલા ગટર અને પાણીના કનેકશન કટ કરી તેમને ખાલી કરવા માટે કહેવાશે.

અત્યારે ત્રણ નોટિસ આપી તેમને એનઓસી મેળવી લેવાની તક આપશે જેથી બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોને મુશ્કેલી ન થાય.

(10:31 am IST)