Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

મુન્દ્રામાં શિક્ષકે મો કાળુ કર્યું : સારા પરિણામની લાલચ આપી ધો. ૧૧ની વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ

૪૬ વર્ષના શિક્ષકે દીકરીની ઉંમરની છાત્રાને બબ્બે વાર હવસનો શિકાર બનાવી ઘેરથી દાગીના ચોરવા મજબૂર કરી, પરિવારજનોની ચોરીની ફરિયાદ બાદ પોલીસ પુછપરછમાં ભાંડો ફૂટ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૪ :  મુન્દ્રામાં અદાણી પબ્લિક સ્કૂલમાં ૪૬ વર્ષીય શિક્ષક જય માવજી ઠક્કરે પોતાની સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના બનાવે ચકચાર સર્જી છે. ભદ્ર સમાજની ધો. ૧૧માં ભણતી છાત્રા સાથેના દુષ્કર્મની આ ઘટના તેણીના પરિવારમાં ૧ લાખ ૨૦ હજારના દાગીનાની ચોરીના બનાવમાં પોલીસ પૂછપરછ દરમ્યાન ખુલી હતી.

૪૬ વર્ષીય શિક્ષક જય માવજી ઠક્કરે સારા પરિણામની લાલચ આપી પરીક્ષાની તૈયારી કરાવવાના બહાના હેઠળ સગીર વયની છાત્રા ઉપર ગત ઓકટોબર અને ડિસેમ્બર મહિનામાં બે વખત દુષ્કર્મ આચર્યું હતું. ૧૪ ડિસેમ્બરે પીડિત છાત્રાને દ્યેર ૧ લાખ ૨૦ હજારની ઘરફોડ ચોરી થયાના બનાવની પોલીસ ફરિયાદ થયા બાદ સીસી ટીબી ફૂટેજમાં આ છાત્રા જ દેખાતાં પોલીસે કરેલ પૂછપરછમાં દુષ્કર્મ કરનાર શિક્ષક જય માવજી ઠક્કરે જ પોતાને ચોરી કરવા મજબુર કરી હોવાની કેફીયત પીડિત સગીરા એ આપી હતી.

પોલીસે આરોપી શિક્ષકને રાઉન્ડ અપ કરી સોની પાસે તેણે વેંચેલ મુદામાલ કબજે કરવાની કામગીરી હાથ ધરી છે. શિક્ષકનો પરિવાર મુંબઈ રહે છે મો કાળું કરનાર આ શિક્ષકની દીકરી પીડિત સગીરાની ઉમરની છે. દરમ્યાન સ્કૂલે હવસખોર શિક્ષકને છૂટો કરી દીધો છે.

(10:31 am IST)