Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

વાંકાનેર યાર્ડની ચૂંટણીમાં જોવા મળતો ભારે ગરમાવો

વેપારી વિભાગ બિનહરીફ થવાની સંભાવના ?

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૪ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટીંગ યાર્ડ)ની ચુંટણીનું આગામી તા. ૧૧/૧/૨૨ના રોજ મતદાન થશે. જેમાં ખેડૂત વિભાગના કુલ ૧૦ સભ્યો માટે ૨૧ જેટલા ઉમેદવારો આજે ફોર્મ પાછા ખેંચવાના દિવસે લડી રહ્યા છે. જે પૈકી (૧) કડીયાર અબ્દુલ રહીમ વલીમામદ,(૨) કડીવાર ઇસ્માઇલ ફતેમામદ (૩) કુણપરા બચુભાઇ મનજી (૪) કેરવાડીયા કરમશી ગોવિંદ (૫) કોબીયા દેવાભાઇ છગન (૬) ખોરજીયા યુનુસ અલાવદી (૭) ગોરીયા નાથા મનજી (૮) ચૌહાણ બીપીન પ્રેમજી (૯) જાડેજા હરદીપસિંહ મહેન્દ્રસિંહ (૧૦) જાડેજા હરદેવસિંહ દિલુભા, (૧૧) ઝાલા અર્જુનસિંહ તેજુભા, (૧૨) ઝાલા સિધ્ધરાજસિંહ ચનુભા (૧૩) પરાસરા ગુલામ અમી (૧૪) પીરઝાદા શકીલ અહમદ ખુરશીદ હૈદર (૧૫) બ્લોચ ગુલમહંમદ ઉમરભાઇ (૧૬) બાદી ઉસ્માન ગની નુરમામદ (૧૭) વાળા કિર્તિરાજસિંહ દિપુભા (૧૮) શેરસીયા જલાલ અલી આહમદ (૧૯) શેરસીયા હુશેન આહમદ (૨૦) શેરસીયા હુસેન માહમદ (૨૧) સાપરા મગન જગાભાઇનો સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવારો ભાજપ -કોંગ્રેસ સહિતની પેનલના પ્રેરિત ઉમેદવારો છે.

જ્યારે વેપારી વિભાગની ૪ બેઠક માટે પાંચ જ ઉમેદવારો હોય તે બિન હરીફની શકયતા જોવાઇ રહી છે જે પાંચ ઉમેદવારો ચુંટણી લડે છે તેઓ (૧) ચૌધરી મોહમુદ્દીન હુશેનભાઇ (૨) ઝાલા શકિતસિંહ દેવેન્દ્રસિંહ (૩) પરાસરા મોહમ્મદ રફીક ઉસ્માનભાઇ  (૪) બાદી મો. નીસાર ઇસ્માઇલભાઇ (૫) મેઘાણી અશ્વિનભાઇ નવધણભાઇ છે. તેમાંથી એક ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી તો વેપારી વિભાગની આ ૪ બેઠકો બિનહરીફ થવા પામે.

જ્યારે સંઘ પ્રોસેસિંગની ૧ બેઠક માટે બે ઉમેદવારો મેદાનમાં છે. તેની ચુંટણી થશે તેવું જાણવા મળે છે.

અગામી તા. ૧૧/૧/૨૨ના ખેડૂત વિભાગના ૬૫૧ મતદારો ૧૦ ઉમેદવારો ચુંટશે. જ્યારે વેપારી વિભાગની ૪ બેઠક માટ ૨૦૩ મતદારો નિર્ણાયક બનશે અને સંઘ પ્રોસેસિંગની ૧ બેઠક માટે કુલ બે ઉમેદવારોમાંથી કુલ ૨૫ મતદારો એક ઉમેદવારને ચુંટશે. મતદાર ૧૧/૧/૨૨ના સવારના ૯ થી ૫ વાગ્યા સુધી થશે અને પરિણામ બીજા દિવસે ૧૨/૧/૨૨ના રોજ જાહેર થશે.

(10:32 am IST)