Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

હળવદ પ્રતિબંધિત ચાઈનિશ દોરીનું અને ટુક્કલનું વહેચાણ સદંતર બંધ થાય તે બાબતે રજુઆત

હળવદ, તા.૪: જીવદયા પ્રેમી અને મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપન દવેએ ગૃહ રાજય મંત્રી હર્ષભાઈ સંઘવીને ઉતરાયણ પર્વ પર જીવલેણ ચાઈનીઝ દોરી અને તુક્કલના થતા ગેરકાયદેસર વહેચાણ સંપૂર્ણપણે બંધ થાય તે અંગે લેખિત રાજુયાત કરતા જણાવ્યું છે કે ઉત્ત્।રાયણ પર્વ હિન્દૂ સંસ્કૃતિનું ખુબ મહત્વનું પર્વ છે આ પર્વ દાન અને પુણ્યનો અનેરો મહિમા છે અને પતંગ અને દોરીથી સર્વે ગુજરાતીઓ આનંદ માણતા હોઈ છે પરંતુ ચાઈનિશ દોરી કે જે માનવીઓ અને અબોલ પશુ પક્ષીઓ ને ગંભીર રીતે ઘાયલ થાય તેવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે અને ટુક્કલથી અનેક જગ્યાએ આગજની ના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે ત્યારે આ વર્ષે ઉત્તરાયણ પર્વ નજીક છે ત્યારે આ કાતિલ ચાઇનીસ દોરી અને ટુક્કલનું ગેરકાયદેસર વહેચાણ આ વર્ષે સદંતર બંધ થાય તો અનેક અબોલ પશુ પક્ષીઓ અને મહામૂલી માનવ જિંદગીઓને ઘાયલ અથવા તો મોત ના મુખમાં જતા બચાવી શકીશું. આ અંગે ઘટતી કાર્યવાહી કરવા સબંધિત અધિકારીઓને સૂચના આપશો.

(10:49 am IST)