Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ચોટીલાના ગુંદા ગામના હરેશભાઇ મકવાણા ભારતીય સેનામાંથી નિવૃત થતાં ભવ્ય સ્વાગત

ઢોલ-ડીજે સંગાથે ભારત માતા કી જયના નારા ગુંજી ઉંઠ્યા

રાજકોટ તા. ૪: ચોટીલા તાલુકાનાં ગુંદા ગામના કોળી સમાજના મકવાણા હરેશભાઈ ધીરૂભાઇએ ભારતીય સેનામાં ૨૧  ડિસેમ્બર ૨૦૦૪થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી એટલે કે પોતાના જીવનના મહત્વપૂર્ણ ૧૭ વર્ષ સુધી ઈમાનદારી અને નિષ્ઠા સાથે ફરજ બજાવી અનેક સ્થાનો જેમ કે જમ્મુ કાશ્મીરની દુર્ગમ પહાડી, રાજસ્થાનની અસહ્ય ગરમી, ગુલમર્ગ જેવા બર્ફીલા વિસ્તાર અને અરૂણાચલ પ્રદેશના ભયાનક પગદંડી રસ્તાઓ પર કઠિન સમસ્યાનો નીડરતાથી સામનો કરી ભારતીય સેનિક તરીકે ફરજ બજાવી છે. હવે તેઓ સેવા નિવૃત થઇ પોતાના વતન ગુંદા ગામે પહોંચતા ગ્રામજનોએ અને પરિવારજનોએ તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યુ હતું. પત્રકાર બાબુલાલ ડાભી, ડો. રાયધનભાઇ મકવાણા, તેમની ટીમના રાઘવ મેટાડીયા, માજી સરપંચ ભુપતભાઇ, બચુભાઇ મકવાણા, સરપંચો-સદસ્યોએ ઢોલ-ડીજેના સંગાથે ફુલહાર કરી ભારત માતાના જયઘોષ સાથે સ્વાગત કરતાં નિવૃત ફોૈજી ગદ્દગદિત થઇ ગયા હતાં.

 

(10:56 am IST)