Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ગોંડલના દેરડી (કુંભાજી) ગામે ફિલ્ડ આઉંટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ઉંજવાયો આઝાદીનો અમૃત મહોત્સવ

સ્વાતંર્ત્ય સંગ્રામની ઝાંખી કરાવતુ ચિત્ર પ્રદર્શન અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન

ગોંડલ,તા. ૪: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય ફ્લ્ડિ આઉંટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી (કુભાજી) ગામે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સ્વતંત્રતા સંગ્રામ અને સ્વાતંર્ત્ય સેનાનીઓ વિશે જાણકારી આપી લોકોમાં રાષ્ટ્ર ભાવનાનો સંચાર કરવાના ઉંદ્દેશ્ય સાથે આયોજિત થયેલ આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન,  કોવિડ૧૯ જાગૃતતા અભિયાન, કોવિડ૧૯ રસીકરણ અભિયાન જેવાં અભિયાનમાં જન જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવ્યાં તેમજ સરકારની વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ અંગે  જાણકારી આપી લોકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
કાર્યક્રમમાં દેરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફ્સિર ડો. પુનમબેન મેંરજી, ગોંડલ તાલુકાના સીડીપીઓ સોનલબેન, કુકાવાવના તાલુકા લાઈવલીહુડ મેનેજર યાસ્મીનબેન બાલાપરિયા, તાલુકા શાળાના આચાર્ય પ્રફ્ુલાબેન કાલરીયા, દેરડી ગામના ઉંપસરપંચ અંદેશભાઈ ગોર તેમજ પંચાયતના સભ્યોની ઉંપસ્થિતી રહી. ફ્લ્ડિ આઉંટરીચ બ્યુરો, જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી એ આઝાદીની જુદીજુદી ચળવળ સાથે સ્વતંત્રતા સંદ્યર્ષ વિશે જાણકારી આપી દેશમાં ઉંજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ વિશે માહિતી આપી હતી. દેરડીના મેડિકલ ઓફ્સિર ડો. પુનમબેને કોરોના સંબંધિત જાણકારી આપવાની સાથે કોવિડ રસીકરણ  અંગે માહિતી પૂરી પાડી હતી.
કાર્યક્રમમાં સ્વાતંર્ત્ય સંગ્રામ અને સ્વાતંર્ત્ય સેનાનીઓની ઝાંખી કરાવતું ચિત્ર પ્રદર્શન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાથે જ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ પૌષ્ટિક વાનગી સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. જેના વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગામના સ્થાનિક લોકોએ ઉંત્સાહભેર ભાગ લેતા કાર્યક્રમનો હેતુ સાર્થક જણાયો હતો.

 

(10:57 am IST)