Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

દિવાની દાવો રદ કરવાની અરજી રદઃ ગોંડલ કોર્ટનો મહત્વનો ચુકાદો

રાજકોટ તા. ૪: દિવાની દાવો રદ કરવાની અરજી રદ કરીને ગોંડલની દિવાની અદાલતે મહત્વનો ચુકાદો આપેલ હતો.

ગોંડલની દિવાની અદાલત સમક્ષ લોધીકા તાલુકાના છાપરા ગામના સ.નં.ર૯૧/ર ની જમીન પૈકીની ઔદ્યોગીક હેતુ સબબના સુચિત લે-આઉંટ પ્લેટ નં. ૭ ની જમીન ખરીદ કરવા અર્થે જમીન માલીક ચનાભાઇ ભવાનભાઇ જેસડીયાની સાથે તા.૩/૪/ર૦૧૯ ના રોજ નોટરાઇઝડ કરાર કરેલ અને આવા કરારની રૂએ મોટી નાણાકીય રકમ અવેજ પેટે  ચુકવેલ અને કરારની તમામ શરતોનું પાલન કરેલ .

આમ છતા, જમીનોના ભાવમાં ખુબ જ ઉંછાળો આવતા સદરહુ ચનાભાઇ ભવાનભાઇ જેસડીયાની દાનત બગડતા તેઓએ દાવાનો વિરોધ કરેલ અને જયંતીભાઇ કેશવભાઇ પરસાણાનો દાવો રદ કરવા અર્થે સી.પી.સી.ઓ.૭ રૂલ-૧૧ કએ) તથા (ડી) મુજબ દાવો રદ કરવા અરજી કરેલ અને તે સામે જયંતીભાઇ કેશવભાઇ પરસાણાના રાજકોટના એડવોકેટ અભિષેક એસ.ગઢીયા તથા હિતેષ જે. હળવદીયાએ કાનુની પ્રતિકાર કરેલ અને સદરહુ અરજી તથા તેની દલીલોમાં વિવિધ હાઇકોર્ટ તેમના સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ તથા સિધ્ધાંતો પ્રતિપાદીત કરીને અદાલતને સદરહું ચનાભાઇ જેસડીયાએ કરેલ દાવો રદ કરવાની અરજ રદ કરવા રજુઆત કરતા ગોંડલના એડી.સીની.સીવીલ જજ એમ.વી.ચોકસીએ એડવોકેટ અભિષેક ગઢીયા તથા હિતેષ હળવદીયાની કાયદાકીય રજઆત ધ્યાને લઇને ચનાભાઇ જેસડીયાની દાવો રદ કરવાની સી.પી.સી.ઓ.૭ રૂલ-૧૧ હેઠળની અરજી જ રદ કરતા વાદી જયંતીભઇ કેશવભાઇ પરસાણા તરફે નિર્ણય જાહેર કરેલ છે. આ કામમાં જયંતીભાઇ કેશવભાઇ પરસાણા વતી રાજકોટના એડવોકેટ અભિષકેક એસ.ગઢીયા, હિતેષ જે. હળવદીયા તથા નયન વેકરીયા રોકાયેલા હતા.

(11:18 am IST)