Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જામકંડોરણા કેન્દ્રમાં વરસાદની આગાહીના પગલે મગફળી ખરીદી બંધ રહેશે

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૪ : તાલુકાના ખેડૂતોએ જામકંડોરરણા ખરીદ કેન્દ્ર ખાતે સરકારશ્રીના ટેકાના ભાવે મગફળી ખરીદીનું કામકાજ હવામાન ખાતાની કમોસમી વરસાદની આગાહીના કારણે તા. ૪/૧/૨૦૨૨થી તા. ૬/૧/૨૦૨૨ સુધી બંધ રાખવામાં આવેલ છે.

બીજી સુચના ન મળે ત્યાં સુધી અથવા નવા મેસેજ ન થાય ત્યાં સુધી ખેડૂતોએ જામકંડોરણા કેન્દ્ર ખાતે મગફળી નહીં લાવવા નાગરીક પુરવઠા ગોડાઉન મેનેજરે જણાવેલ છે.

(11:35 am IST)