Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જોડીયામાં કોરોનામાં ર પુત્રોના મૃત્યુ થતા તેમની સ્મૃતિમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

(રમેશ ટાંક દ્વારા) જોડીયા તા. ૪: જોડીયા ગ્રામ પંચાયતના પૂર્વ ઉપ સરપંચ ઇલ્યાસ મામદ સમેજાના બે પુત્રો જે ''કોરોના કાળ''માં અવસાન પામેલ મર્હુમ આમીન અને મોહસીનની યાદમાં જોડીયા ખાતે ૧-૧-રર ના રોજ જોડીયા ખાતે સૌરાષ્ટ્ર-ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ. ડે ક્રિકેટ ટુર્નામેન્ટ કાર્યક્રમનું ઉદ્દઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાના હસ્તે કરાયું હતું. ઉપરોકત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ર૦ જેટલી જુદી જુદી ટીમો ભાગ લઇ રહી છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય જેઠાલાલ અઘેરા, તા. પં. જોડીયાના કારોબારી અધ્યક્ષ વલ્લભ ગોઢી, જોડીયાના વરિષ્ઠ ભાજપ કાર્યકર ભરતભાઇ ઠાકર, દિપેન્દ્ર સોઢા તથા તાજેતરમાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં સભ્ય તરીકે ચુંટાઇ આવેલ યુવા કાર્યકર હાર્દિકભાઇ લીલાણી તથા લઘુમતિ સમાજના આગેવાનો તથા ક્રિકેટના આયોજકો સબીર હારૂન ઘુસા, સબીર મામદ કાત્યાર, બસીર અકબર નૂત્યાર, હાજી મામદ નુત્યાર, યુવરાજસિંહ રામસંગ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા છે. જોડીયામાં ડે. ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન બદલ રાજયના કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલે શુભેચ્છા પાઠવી છે.

(11:36 am IST)