Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સામે લત્તાવાસીઓનો વિરોધ વંટોળ

 જામનગર : વોર્ડ નંબર બે અને ચારના વિસ્તારના સ્થાનીકો મહાનગરપાલિકામાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટને લઇને પોતાનો વિરોધ વ્યકત કરી રહ્યા છે આ વિસ્તારમાં અવાજ અને કચરાના પ્રદુષણથી ત્રસ્ત લોકો અંતે મોટી સંખ્યામાં રેલી કાઢીને મહાનગરપાલિકામાં પહોંચ્યા હતા અને મહાનગરપાલિકાના મ્યુનિસીપલ કમિશનર વિજય ખરાડીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. તાત્કાલીક એબ્લોન કંપનીના આ ત્રાસથી મુકિત અપાવી બંધ કરાવવા માટે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત  (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(11:37 am IST)