Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

વાંકાનેરમાં પંદરથી અઢાર વર્ષના બાળકોને રસી

વાંકાનેર : શ્રીમતી એલ કે સંઘવી કન્યાવિધાલયમાં શાળામાં કુલ સંખ્યા ૨૦૯ હતી જેમાં ૧૫ થી૧૮ વય જૂથના બાળકો ની સંખ્યા ૧૭૩ ૧૫ થી. ૧૮ વયના બાળકો એ રસી આપી હોય તેવી સંખ્યા૧૫૩ રહી અને ૧૫ થી ૧૮ વયના બાકી રહેલ સંખ્યૉં૨૦ રહી હતી આવેકિસનેશન કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી અમરશીભાઈ મઢવી, વિનુભાઈ રુપારેલીયા વરિષ્ઠ શિક્ષક અમુભાઈ વેદ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક રસીકરણ કાર્યક્રમમાં ભાગ લઇ લગભગ ૯૦્રુ જેટલું રસીકરણ પણ કર્યું હતું આ કાર્યક્રમ સંપન્ન કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ના બાદી સાહેબ તેમજ સમગ્ર કચેરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૧૫૩ જેટલી બહેનોને વેકિસનેશન કાર્ય કરાયુ હતું. શાળાના આચાર્ય દર્શનાબેન જાની સૌ વાલીઓનો તેમજ સહકાર આપનાર દરેકનો ખૂબ ખૂબ આભાર માને છે. (તસ્વીર અહેવાલ -હિતેશ રાચ્છ, વાંકાનેર)

(11:41 am IST)