Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ઉના-ગીર ગઢડા પંથકમાં ૩ હજારથી વધુ વિદ્યાર્થીઓએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૪: ઉના અને ગીરગઢડા પંથકમાં ૩ હજારથી વધુ વિદ્યાર્થીઓએ કોરોના રસીનો પ્રથમ ડોઝ ગઇકાલે લીધો હતો.

ગઇકાલે અભિનવ વિદ્યા મંદિર ગીર ગઢડા ખાતે ૧૫ થી ૧૮ વર્ષની વય  જુથના વિદ્યાર્થીઓને કોરોના વિરોધી રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો. આ કાર્યક્રમની શરૂઆત ગીર ગઢડા ગામના પ્રથમ નાગરીક સરપંચશ્રી કરશનભાઇ ભાલીયા, ડો.ઝણકાંત, આચાર્ય રત્નેશભાઇ જોષી, સિનીયર શિક્ષક રઘુભાઇ બારડ તથા અન્ય કર્મચારીઓની હાજરીમાં દિપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી તેમને અને વાલીઓને જરુરી જાણકારી આપેલ હોય ઉના અને ગીરગઢડા પંથકમાં  ગઇકાલે  ૩ હજારથી વધુ વિદ્યાર્થીઓએ કોરોના રસીનો ડોઝ લીધો હતો.

(11:38 am IST)