Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ધ્રોલ પાસે ટ્રાવેલ્સ હડફેટે ૨ માસીયાઇ ભાઇઓના મોત થતા અરેરાટી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૪ : ધ્રોલ નજીક સરમરીયા દાદા પાસે ગત સાંજે વોલ્વો ટ્રાવેલ્સે બાઇકને હડફેટે લેતા બંને માસીયાઇ ભાઇને કાળ ભરખી જતા અરેરાટી વ્યાપી છે. અકબરભાઇ અલીભાઇ રાઠોડ રે. ગાયત્રીનગર ધ્રોલે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત અનુસાર બંને યુવાનો બાઈક જી.જે.૧૦ બિએન.૦૭૮૧ નંબરની બાઈક લઈ વાગુદડ રોડ પર જતા હતા. દરમિયાન જામનગર રાજકોટ હાઈવે પર પુર ઝડપે આવેલા ટ્રાવેલ્સ વોલ્વો જી.જે.૦૧-ડી.જે- ૪૪૪૮ પુર ઝડપે આવતો બાઈકને અડફેટ લેતા બાઈક ચાલક અલતાફ અલીભાઈ રાઠોડ (ઉં. ૨૫) અને બાઈકની પાછળ બેઠેલા તેમના માસીનો દિકરો અસલમ મુસાભાઈ મકવાણા (ઉં.૧૫) ને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા બંને યુવાનનુ કમકમાટી ભર્યુ મૃત્યુ થયુ હતું.

ધ્રોલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળપર પહોંચી ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે બંને યુવાન પી.એમ. મોટે મોકલી અને ટ્રાવેલ (વોલ્વો)ના ચાલક સામે ગુનો નોંધી ધ્રોલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)