Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

રાજકોટ જીલ્લા સહકારી બેંકની મુલાકાતે રાષ્ટ્રીય કક્ષાની સહકારી સંસ્થાઓના અગ્રણીઓ

બેંકની ખેડૂતલક્ષી કામગીરીથી પ્રભાવિત થઈ ચેરમેન તથા ડિરેકટરોને અભિનંદન પાઠવ્યા

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૪: રાજકોટ ખાતે. શ્રી રાજકોટ જીલ્લા સહકારી બેંક લી.ના મુખ્ય મથક શ્રી વિઠલભાઈ રાદડીયા જીલ્લા બેંક ભવન ખાતે રાષ્ટ્રીય કક્ષાની સહકારી સંસ્થાઓના ચેરમેનશ્રીઓ તેમજ ડીરેકટરશ્રીઓ જીલ્લા બેંકની મુલાકાતે પધારતા કૃભકોના ચેરમેન શ્રી ચંદ્રપાલ યાદવ, ઈફકોના દિલીપભાઈ સંઘાણી, તેમજ નાફેડના ચેરમેનશ્રી બિજેન્દરસિંગ તેમજ ડિરેકટરશ્રીઓનું સ્વાગત તેમજ સન્માન કરીને બેંકના મુખ્ય ભવનની મુલાકાત કરીને જીલ્લા બેંક દ્વારા થઈ રહેલ ખેડુતલક્ષી કામગીરીથી અવગત કરાવતા જીલ્લા બેંકના ચેરમેનશ્રી જયેશભાઈ રાદડીયા તેમજ વાઈસ ચેરમેનશ્રી મગનભાઈ વડાવીયા તેમજ એમ.ડી., ઘનશ્યામભાઈ ખાટરીયા તેમજ ડીરેકટરશ્રીઓ તેમજ બેંકના જનરલ સેનેજરશ્રી વી.એમ.સખીયા અને અધિકારીશ્રીઓ જીલ્લા બેંકની મુલાકાતે પધારેલા રાષ્ટ્રીય કક્ષાના સૌ. સહકારી આગેવાનો દ્વારા ખેડુત નેતા સ્વ.પૂ.વિઠલભાઈ રાદડીયા સાહેબને યાદ કરીને જીલ્લા બેંક દ્વારા થઈ રહેલ ખેડુતલક્ષી કામગીરીથી પ્રભાવિત થઈને બેંકના ચેરમેન જયેશભાઈ રાદડીયા તેમજ બોર્ડ ઓફ ડીરેકટરશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓને અભિનંદન પાઠવીને ખુશી. વ્યકત કરેલ હતી.

(11:38 am IST)