Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

મોરબી જીલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાની મીટીંગ માટે ખાતે યોજાઈ.

મોરબી :  ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના માટેલ ગામમા મિંટિગ યોજાઇ  હતી. જેમા માટેલ ગામ સમિતીના પ્રમુખ નિરચના કરવામાં આવી હતી તો સંગઠન મજબૂત કરવા યુવાનો મજબૂત કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ મીટીંગમાં મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મયુર બાબરિયા, યોગેશજી ઠાકોર, પ્રવીણ સારલા, રમેશજી ઠાકોર, મોરબી તાલુકા પ્રમુખ જયદીપજી ઝંઝવાડિયા,મોરબી શહેર મંત્રી મહેશજી ઠાકોર,વાંકાનેર શહેર પ્રમુખ હરેશ માણસુરિયા,વાંકાનેર શહેર ઉપ પ્રમુખ વિશાલ સંખેસરિયા,માટેલ ગામ સમિતીના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.

(12:05 pm IST)