Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

મોરબીમાં સતવારા કર્મચારી મંડળ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો.

 મોરબીમાં સતવારા કર્મચારી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંડળનું સ્નેહમિલન યોજાયું હતું. તેમજ પ્રમોશન મળેલ કર્મચારીઓ અને નિવૃત થયેલ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળનો સ્નેહમિલન કાર્યક્રમ અને નિવૃત થતા અને પ્રમોશન મળેલ કર્મચારીઓનો સન્માન સમારંભ મોરબી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ એમ.કંઝારિયાના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ હતો.

કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવેલ અને ત્યારબાદ સર્વે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ હતો. આ પ્રસંગે આવેલ સર્વે મહેમાનોનું મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઇ પરમારે શબ્દોથી સ્વાગત કરેલ હતું. અને સતવારા કર્મચારી મંડળના કારોબારી સભ્યોએ પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત કરેલ હતું.
સતવારા કર્મચારી મંડળનો અહેવાલ આપતા યોગેશભાઈ કંઝારિયાએ કહ્યું કે, આ મંડળ દ્વારા ૨૦૦૬થી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે આશરે એક લાખના પુસ્તકો આપવામાં આવે છે. તેમજ દર વર્ષે નિવૃત્ત થતાં અને પ્રમોશન મળેલ કર્મચારીઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે.
વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧મા નિવૃત થતા કિશોરભાઈ જી.હડિયલ, દામજીભાઈ કે. પરમાર, દેવસીભાઈ ડી. નકુમ, દેવ કણભાઇ પી. કંઝારિયા, વીરજીભાઈ યુ. કંઝારિયા, અનિલભાઈ કે.નકુમ, લખમણભાઇ એમ. કંઝારિયા, પ્રકાશભાઈ એમ. સોનગરા, કાંતિલાલ એન. પરમાર વગેરેનું સન્માન પત્રનું વાંચન સુનિલભાઈ પરમાર, દેવશભાઈ કંઝારીયા, કેતનભાઈ પરમાર ,છગનભાઈ ખાણધર ,સંજયભાઈ પરમાર, ટીકેશભાઈ જાદવ વગેરેએ કરેલ હતું. તેમજ બઢતી મળતાં રામજીભાઈ એચ. હડીયલ, રસિકભાઈ એચ. ચાવડા, નારણભાઈ ડી. કંઝારીયા, ગીરધરલાલ એમ.નકુમ અને કમલેશભાઈ એન. પરમાર વગેરેનું શાલ ઓઢાડીને સંસ્થાના પ્રમુખ મહેશભાઇ પરમારે સન્માન કરેલ હતું.
આ પ્રસંગે નિવૃત થતા કર્મચારી કિશોરભાઈ હડીયલે જણાવેલ કે સંસ્થા આવું સરસ કામ કરી રહ્યું છે, તેના અમે ઋણી છીએ. સમાજને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સમાજ માટે અમે કામ કરવા તત્પર છીએ. તો રામજીભાઈ હડિયલે પોતાનો પ્રતિભાવ આપતા પોતે અનેક પ્રયત્ન કરીને પોતાની મનગમતી જગ્યા પર પહોંચેલા તેમ જણાવેલ હતું. આ પ્રસંગે એલ.ડી. હડિયલે કર્મચારી મંડળ સરસ કામ કર્યું છે તે બદલ ‌સર્વે કાર્યકરોને શુભેચ્છા પાઠવેલ હતી.

(12:11 pm IST)