Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

મોરબી ખાતે અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યોજાઇ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૪: ABCGMY મોરબીના આંગણે રવિવારના રોજ ABCGMY યુવા નાઅખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા મોરબી ખાતે યોજાઈ .

ABCGMY મોરબીના આંગણે ABCGM યુવાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિંગળાજદાનજી નાંદિયાની અધ્યક્ષતામાં સ્નેહમિલન મિટિંગનું આયોજન થયું જેમાં ABCGMY ના રાષ્ટ્રીય – રાજય કક્ષાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના આરંભમાં યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ હિંગળાજદાનજીએ માઁ સોનબાઈ અને ચારણ મહારત્નો ની છબીને પુષ્પવંદના કરી એમની સાથે બાબુદાનજી ચારણ (રાષ્ટ્રીય પ્રવકતા), રાજભા વિજલ (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ), નરપતસિંહજી બારહટ – ભાદરેશ (એંજિનિયર), ભંવરદાનજી મહેડુ (રાષ્ટ્રીય કાર્યાલય સહપ્રભારી), ડો. તિર્થંકરજી રોહડિયા (વરિષ્ઠ ઉપાધ્યક્ષ), અમિતભા પાલીયા (પ્રદેશ ઉપાધ્યક્ષ), મુન્નાભાઈ અમોતિયા (રાષ્ટ્રીય મંત્રી), શાંતનુભા ફુનડા (પ્રદેશ મહામંત્રી) વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી ABCGMY ટીમનો પરીચય કરાવવામાં આવ્યો.આ તકે મોરબી જિલ્લા અધ્યક્ષ ડો. કિશોરદાન ગઢવીએ યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ હિંગળાજદાનજી વિશે વિગતે પરીચય કરાવી મોરબી ABCGMY એ કરેલ કાર્યક્રમોથી અવગત કર્યા. ત્યારબાદ રાજકોટથી પધારેલા મુન્નાભાઈ અમોતિયા એ સાંપ્રત સમયમાં સંગઠનનું મહત્વ જણાવી સૌ ચારણો એક બની આગળ આવે એવી અભિલાષા વ્યકત કરી.

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજભા વિજલે આપણા ચારણો કોઈપણ ક્ષેત્રમાં હોઈ એમને સામાજિક સન્માનિત કરી સમાજ સાથે સાંકળવા તથા સાથે મળી સમાજોપયોગી કાર્યો થાય એવું આયોજન કરવું.

પ્રદેશ મહામંત્રી શાંતનુભા એ વર્તમાન સમયમાં જે કાઈ સંગઠનમાં ક્ષતિઓ છે રાષ્ટ્રીય અધ્યક્ષ સમક્ષ મૂકી ધરાતલીય કાર્ય થાય એ માટે અમૂલ્ય સૂચન કરી આગામી સમયમાં સોનલ શતાબ્દી ની ગુજરાતમાં ઉજવણી થાય અને આપણા ABCGMY થકી રાજકોટ યજમાની કરે એવો દ્રઢ સંકલ્પ રજુ કર્યો.

ત્યારબાદ વરિષ્ઠ ઉપાધ્યક્ષ એવા ડો. તિર્થંકરજી રોહડિયા એ મોરબી જિલ્લા અધ્યક્ષ ડો. કિશોરદાન ગઢવી અને સમગ્ર મોરબી ટીમની અદ્ભુત અને પ્રેરણાદાયી કાર્યશેલી બદલ સાલ ઓઢાડી સન્માન કર્યું અને એ સમયે ડો. કિશોરદાન ગઢવી રડી પડ્યા ત્યારે ભાવવિભોર દ્રશ્યો જોવા મળ્યા હતા. આની સાથે ડો. તિર્થંકરજી એ ટકોર કરી કે આપણે કિંગ ના બની શકીએ તો કિંગ મેકર તો બનવાના પ્રયત્નો કરવા જોઈએ.

ABCGMYના રાષ્ટ્રીય અધ્યક્ષ હિંગળાજદાનજી નાંદિયાએ જણાવ્યું કે, 'સમગ્ર ભારતમાં જિલ્લા અધ્યક્ષ મા સૌથી બેસ્ટ કામગીરી મોરબી જિલ્લા અધ્યક્ષ ડો. કિશોરદાન ગઢવી ની છે.' ઉપરાંત કયાય પણ કોઈ જગ્યાએ જરૂરિયાત હોય તો હુકમ કરવા જણાવ્યું. મોરબી મહિલા ટીમની પણ ખૂબ સરાહના કરી સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કરવા માટે મહિલા ટીમમાં જિલ્લા મંત્રી દેલુબાઈ મારુ નું સાલ આપી સન્માન કર્યું.

ત્યારબાદ રાષ્ટ્રીય પ્રવકતા બાબુદાનજી ચારણે પણ સૌ પદાધિકારીઓએ ધરાતલીય કાર્ય કરવા માટે આહવાન કર્યું. મોરબી જિલ્લા મહિલા અધ્યક્ષ નાનબાઈ મારુ એ પણ ચારણની દીકરીઓને સમયની સાથે ચાલવા અને હરીરસ – દેવિયાણ નું મહત્વ સમજાવી દરેક ચારણના ઘરે એનું પઠન થાય એવી અભિલાષા વ્યકત કરી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભા નાંદણ (જિલ્લા પ્રવકતા) દ્વારા કરવામાં આવ્યું. દિનેશભા ગુઢડા તથા રમેશભા સોયા એ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન ગોઠવ્યું હતું. મોરબી ABCGMY પરીવાર માંથી પ્રભાતદાન મિસણ, પ્રફુલદાન બારહટ, કિરીટભાઈ બારહટ, તખુભા મહેડુ, વજુભા લાંબા, કેવલદાન બારહટ, જયદીપ મિસણ, કનુભા ગુઢડા, કિશુભા ગુઢડા, હરદેવદાન બારહટ, યુવરાજદાન બારહટ તથા મહિલા પાંખમાંથી નાનબાઈ મારુ (જિલ્લા અધ્યક્ષ), નયનાબા બારહટ (મોરબી તા. અધ્યક્ષ), ભૂમિબેન નાંદણ (જિલ્લા પ્રવકતા), દેલુબાઈ મારુ (મહામંત્રી), જશુબેન નેચડા (મંત્રી), કમળાબા મિસણ (વરિષ્ઠ માર્ગદર્શક), નાગલબેન મારુ, જશુબા, ગીતાબાઈ વગેરે એ વિશેષ હાજરી આપી હતી.

કાર્યક્રમના અંતમાં બારહટ પરીવારના તમામ ચારણ રત્નોની ઓળખ આપતા કેલેન્ડરનું વિતરણ કરવામાં આવ્યુ. આઇ.ટી.પ્રભારી વિજયભા રતને કાર્યક્રમની આભારવિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી. રાષ્ટ્રીય અધ્યક્ષ હિંગળાજદાનજી નાંદિયાની અધ્યક્ષતામાં સ્નેહલિન મિટિંગનું આયોજન થયુ જેમાં ABCGMYના રાષ્ટ્રીય-રાજ્યકક્ષાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:51 pm IST)