Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પોરબંદરના દરિયામાં સાડી ઉદ્યોગનું કેમીકલ્સયુકત પાણી નહી છોડવા રાષ્ટ્રપતિને રજૂઆત

પોરબંદર, તા. ૪ :. પોરબંદરના દરિયામાં જેતપુરનું સાડી ઉદ્યોગનું ઝેરી કેમીકલ્સયુકત પાણી નહીં છોડવા મધુભાઈ સોનેરી દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલી રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવેલ કે, જેતપુર સાડી ઉદ્યોગનું ઝેરી કેમીકલ્સયુકત પાણી પોરબંદરના દરીયામાં (અરબી સમુદ્ર)માં છોડવામાં આવશે. પાઈપલાઈન દ્વારા તો આ ઝેરી કેમીકલ્સયુકત પાણી પોરબંદરના દરીયામાં છોડવામાં આવે તો માછીમાર સમાજ ડબલ મરણ પથારીએ થઈ જાય. અત્યારે અરબી સમુદ્ર પ્રદુષિત છે. ગ્લોબલ વોર્મીંગ ૮૦ ટકા પ્લાસ્ટિક અને ૨૦ ટકા અરબી સમુદ્રમાં ઓકસીજન છે. આ દરીયાઈ નિષ્ણાંતોનો અહેવાલ છે. એમાં આ જેતપુર સાડી ઉદ્યોગનું ઝેરી કેમીકલ્સયુકત પાણી છોડવામાં આવે તો વધુ અરબી સમુદ્ર વધુ પ્રદુષિત થઈ જાય ને દરીયાઈ વનસ્પતિ નાશ પામે, કોરલ નાશ પામે અને માછલીઓ પણ નાશ પામે અને માછીમાર સમાજ પણ નાશ પામે.

રજૂઆતમાં રાષ્ટ્રપતિજીને અરજ કરવામાં આવી છે કે આ યોજના રોકવામાં આવે. આ યોજનાની ખબર પડી એટલે અમો ગુજરાત રાજ્ય પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફરીયાદ કરી કે આ જેતપુર સાડી ઉદ્યોગ ઝેરી કેમીકલ્સયુકત પાણી પોરબંદરના દરીયામાં (અરબી સમુદ્ર)માં ન છોડવામાં આવે. તો તેમનો વળતો લેખીત જવાબ આવ્યો કે આ પાણી સીઈટીપી શુદ્ધ કરેલ અને ગંદુ પાણી પોરબંદરના સમુદ્રની અંદરના ભાગમાં છોડવા માટેની પાઈપ લાઈન નાખવાની યોજના છે.

(12:52 pm IST)