Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પોરબંદર જીલ્લામાં કોરોનાનો વધુ ૧ કેસ

પોરબંદર, તા.,૪: જીલ્લામાં ર૪ કલાકમાં કોરોનાનો વધુ એક પોઝીટીવનો કેસ આવ્યો છે.

જયુબેલી બોખીરામાં રહેતા ૬૧ વર્ષના વૃધ્ધે અગાઉ વેકસીનના ર ડોઝ લીધા હતા અને તેનો તાજેતરમાં કોરોના ટેસ્ટ કરાવતા કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ છે. જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૬૮પ૮૮ કોરોના ટેસ્ટ કરાયા છે.

જીલ્લામાં ગઇકાલે ર૪ કલાકમાં ૧૭૫ વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં જયુબેલી-બોખીરામાં રહેતા ૬૧ વર્ષીય વૃધ્ધનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોના કેસનો કુલ આંક ૩૪૦૬   થયો છે.

(12:52 pm IST)