Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ભચાઉના જંગીમાં રામજી ડાંગરને પીઠમાં છરી ભોંકી દેવાતાં ગંભીર ઇજાઃ રાજકોટ ખસેડાયો

મને મારવાની વાતો કોણ કરતુ'તું તેમ પુછતાં વિપુલ બારોટ તૂટી પડ્યો

રાજકોટ તા. ૩: ભચાઉના જંગી ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં રામજી જીવાભાઇ ડાંગર (ઉ.વ.૨૪) પર સાંજે આઠેક વાગ્યે જંગી ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો ત્યારે તેના જ ગામના વિપુલ પ્રેમજીભાઇ ડાંગરે છરીથી હુમલો કરી પીઠમાં ગંભીર ઇજા કરતાં સામખીયાળી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ સામખીયાળી પોલીસને જાણ કરી હતી.

ઘાયલ થયેલો રામજી ચાર ભાઇ અને એક બહેનમાં ચોથો છે અને કુંવારો છે. તે ખેતી કરી ગુજરાન ચલાવે છે. રામજીએ કહ્યું હતું કે સાંજે પોતે દારૂ પી ગયો હતો. એ પછી ચાલીને ગામના ચાર રસ્તા પાસેથી નીકળતાં ત્યાં વિપુલ પણ પીને બેઠો હોઇ  તેણે બીજા શખ્સો સાથે 'આને મારવો છે' એવી વાત કરતા મેં તેને કોણ મને મારવાની વાતો કરે છે? તેમ પુછતાં તેણે ઝઘડો કરી મારા પર છરીથી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(12:54 pm IST)