Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જુનાગઢ જિલ્લામાં ૧પ થી ૧૮ વર્ષના ૧૯૮૮૧ વિદ્યાર્થીઓનું રસીકરણ

માળીયા ખાતે જીલ્લા કલેકટર અને ડીડીઓએ રસીકરણનો પ્રારંભ કરાવ્યોઃ ૮ મી જાન્યુઆરી સુધીમાં ૧૦૦ ટકા રસીકરણનો તંત્ર દ્વારા લક્ષ્યાંક પૂર્ણ કરાશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૪:  જુનાગઢ શહેર અને જીલ્લા ભરમાં ગઇકાલથી ધો. ૯ થી ૧રના વિદ્યાર્થીઓને વેકસીન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે અંગે વિગતો આપતા જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે જીલ્લાભરનાં ૭૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને વેકસીનનુ સુરક્ષા કવચ પુરૂ પાડવા જુનાગઢ જીલ્લા કલેકટરશ્રી રચિતારાજ અને ડી.ડી.ઓ.ના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે.  જેમાં કોપોૃરેશન વિસ્તારમાં હેલ્થ ઓફિસર ડો. રવિ ડેડાણીયા તેમજ જીલ્લા આરોગ્ય અધિકારી અને તેની ટીમ દ્વારા વેકસીશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

શ્રી ઉપાધ્યાયએ વધુમાં જણાવેલ કે ગઇકાલે માળીયા હાટીના ખાતે જીલ્લા કલેકટર રચિતરાજ જીલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ દ્વારા સરકારી હાઇસ્કુલમાં રસીકરણનો પ્રારંભ કરાવેલ અને જુનાગઢ શહેરની મોટી સંસ્થાના વિદ્યાર્થીઓ ૪ર૩૩ બળકોનું મ્યુ. કમિશ્નર શ્રી રાજેશ તન્ના અને ડો. ડેડાણીયાની ઉપસ્થિતમાં રસીકરણ કરવામાં આવ્યું હતું અને ગ્રામ્યમાં ૧૩૦ સ્કુલના ૧પ૬૪૮ વિદ્યાર્થીઓનું રસીકરણ થયેલ આમ કુલ ૧૯૮૮૧ બાળકોનું રસીકરણ કરાયું હતું.

શ્રી ઉપાધ્યાય એ વધુમાં જણાવેલ કે સારસ્વત મિત્રોના સહયોગથી જુનાગઢ શહેર અને જિલ્લામાં વેકસીનેશનથી ખુબ જ સારી કામગીરી થઇ રહી છે તે બદલ નોડલ ઓફિસર તથા એસ.વી.એસ. કયુડીસી કન્વિનર એન્ડ બીઆરસી સીઆરસી તમામ ટીમને ધન્યવાદ આપ્યા હતા.

તેઓએ વધુમાં ઉમેયુ હતું કે હોસ્ટેલ ધરાવતી શાળા હોય અને વેકસીનેશન બાકી હોય તો તેઓએ તાલુકાના હેલ્થ ઓફિસરનો સંપર્ક કરી વેકસીનેશન સાંજના સમયે પણ કરાવશો અને સૌ બમણી તાકાત લગાવી ૧૦૦ ટકા કામગીરી માટે માઇક્રો આયોમી કરી જીલ્લા વહીવટી તંત્રની રાહબરી નીચે આ લક્ષ્યાંક સિધ્ધ કરી વિદ્યાર્થીઓને સુરક્ષિત કરવા માટે તંત્ર પુરતી કાળજી લઇ રહ્યું છે.

(12:54 pm IST)