Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જામનગરનાં સણોસરીમાં કોન્ટ્રાકટરને ખૂનની ધમકીઃ સરપંચ સહિત ૬ સામે ફરિયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: લાલપુર પોલીસ સ્ટેશનમાં કિષ્નદેવસિંહ દશરથસિંહ જાડેજા, ઉ.વ.ર૯, રે. સહકારપાર્ક સોસાયટી, સેવા સદનની પાછળ, લાલપુર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૧–રરના સણોસરી– સણોસરા ગામની વચ્ચે આવેલ નર્મદાના પાણીના ટાકા પાસે ફરીયાદી કિષ્નદેવસિંહ કૈલાસ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીમાં સાઈડ ઈન્ચાર્જ તરીકે પ્રા. નોકરી કરતા હોય અને તેનું કામ સણોસરી–સણોસરા ગામની વચ્ચે આવેલ નર્મદાના પાણીના ટાંકા પાસે ચાલુ હોય ત્યાં રોડ રસ્તો બનાવતા હોય તે દરમ્યાન આરોપીઓ સરપંચ બાબુભાઈ બચુભાઈ ખવા, રામાભાઈ રાજાભાઈ ગાગીયા, ગોકુલ રાણાભાઈ ગાગલીયા, સંજયભાઈ ગાગલીયા, ડાડુભાઈ ગાગલીયા, નરેશભાઈ વિકમભાઈ ગાગલીયા, તથા બીજા સણસરી ગામના અજાણ્યા પાંચ થી છ અજાણ્યા માણસો રે. સણોસરી ગામ વાળા એકસંપ કરી પોતાનો સામાન ઈરાદો પાર પાડવા ફરીયાદી કિષ્નદેવસિંહનું કામ બંધ કરાવી ગાળો આપી કામ કરશો તો ટાટીયા ભાંગી નાખશું તેવી ધમકી આપી સાહેદ ને આરોપી નરેશભાઈએ ગાલ ઉપર ફડાકો મારી ગુનો કરેલ છે.

સાસરીયાઓએ પરણિતાને દુઃખ

મહિલા પોલીસ સ્ટેશનમાં કૌશર મોઈન શકીલ ધાનાણી તે ડો/ઓ. આસીફ અબ્દુલ વેવારીયા, ઉ.વ.ર૩, રે. ગ્રીન પાર્ક, એસ.ટી. ડીવીઝન સામે, મુસ્લિમ એજયુકેશનની બાજુ, જામનગરમાં આરોપીઓ પતિ– મોઈન શકીલ ધાનાણી, સસરા– શકીલ સફીભાઈ ધાનાણી, સાસુ– શહેનાઝ શકીલ ધાનાણી, જેઠ–શબીર શકીલભાઈ ધાનાણી, રે. જામનગરવાળા ફરીયાદી કૌશરબેનના પતિ–સાસુ–સસરા તથા જેઠ થતા હોય જે ફરીયાદી કૌશુરબેનના લગ્નજીવન દરમિયાન અવાર–નવાર ઘરમાં નાની–નાની બાબતોમાં વાક કાઢી ઝઘડાઓ કરી ગંદી ગાળો બોલી, મારકુટ કરી કરીયાવરની માંગણી કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

ખાનગી ટ્રાવેલ્સે મોટરસાયકલને હડફેટે લેતા બે યુવાનોના મોત

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં અકબરભાઈ અલીભાઈ રાઠોડ, ઉ.વ.૧૯, રે. ગાયત્રીનગર, ધ્રોલ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩–૧–રર ના ફરીયાદી અકબરભાઈના ભાઈ અલતાફ અલીભાઈ રાઠોડ, ઉ.વ.રપ વાળો તથા તેના માસીના દિકરા અસલમ મુસાભાઈ મકવાણા, ઉ.વ.૧પ, વાળો બંન્ને જણા પોતાનું મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૧૦–બી.એન.–૦૭૮૧ નું લઈને સરમરીયા દાદાના મંદિરની સામે આવેલ લીગલી કટ પસાર કરીને વાગુદડ તરફ જતા રોડ તરફ જવા નીકળેલ હોય ત્યારે હાઈવે રોડ પર ધ્રોલ તરફથી આવતી પટેલ ટ્રાવેલ્સ જેના રજી.નં. જી.જે.–૧૦–ડી.ઝેડ–૪૪૪૮ નો ચાલકે પોતાની ટ્રાવેલ્સ બસ પુરઝડપે અને બેફીકરાઈથી ગફલતભરી રીતે ચલાવી આવી ફરીયાદી અકબરભાઈના ભાઈ અલતાફ અલીભાઈ રાઠોડના મોટરસાયકલ સાથે અકસ્માત કરતા અલતાફ અલીભાઈ રાઠોડ તથા તેની પાછળ મોટરસાયકલમાં બેસેલ અસલમ મુસાભાઈ મકવાણા બંન્ને માથામા તથા શરીરે ગંભીર ઈજાઓ થતા મોત નિપજતા ગુનો કરેલ છે.

(1:25 pm IST)