Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પડધરીઃ જીલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના હોદેદારોની વરણી

(મનહોન બગડાઇ દ્વારા) પડધરી તા.૪ : રાજકોટ જિલ્લા પંચાયતના કુલ ૬ કેડરના તાલુકા વાઇઝ નોમીનેટ કરેલ પ્રતિનિધિઓની મીટીંગ અગાઉથી એજન્ડા મોકલી રાખવામાં આવેલ જેમાં તમામ પ્રતિનિધિઓની સેન્સ લેવામાં આવેલ જેમાં સર્વાનુમતે નીચે મુજબના મંડળના હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ.

રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતના ૭૦૦ થી વધુ આરોગ્ય કર્મચારીઓના પ્રતિનિધિઓની બેઠક મળેલ હતી જેમાં જિલ્લા પંચાયત આરોગ્ય મંડળના અશોકભાઇ જોશી પ્રમુખ પદે, કલ્પેશભાઇ ડોડીયા મહામંત્રી પદે તેમજ વિક્રમસિંહ ગોહિલ મુખ્ય કન્વીનર પદેની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે.

આ તકે ઉપરોકત હોદ્દેદારોએ રાજકોટ જિલ્લા પંચયતના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે યોગ્ય રજુઆત કરી સુખદ ઉકેલ લાવવા બાંહેધરી આપેલ છે મંડળના આગેવાનો ગોહેલભાઇ, મારૂભાઇ, માનસિંગભાઇ, કરણભાઇ, બારસિયાભાઇ, લખતરીયાભાઇ, નાગેશ્રીભાઇ તેમજ અન્ય બહોળી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ હાજર રહેલા હતા.

પ્રતિનિધિઓનું નામ હોદો, અશોક જોષી પ્રમુખ મો.૭૮૭૪૪ ૦૦૦૦ર, આર.જે. હાલાણી ઉપપ્રમુખ મો.૮૧૬૦પ ર૭૭૧૩૮, કિરણબેન ઓઝા ઉપપ્રમુખ મો.૭૦૬૯૭ ૧પ૬૦૪, કલ્પેશ આર.ડોડીયા મહામંત્રી, મો.૯પ૧૦૦ ૦૯૦૦૯, ચેતન પરમાર સહમંત્રી મો.૯૯૦૪ર ર૭રપ૦, કિન્નરીબેન કુંડારીયા સહમંત્રી મો.૯૪ર૭ર ૧૩૦૮૮, વિક્રમસિંહ ગોહેલ મુખ્ય કન્વીનર મો.૮૧૪૦૩ ૦૧૦૪૦, આર.સી.સાગઠીયા પ્રભારી મો.૮૮૬૬૦ પ૧૬૦૬, કિરણભાઇ આટકોટીયા ખજાનચી મો.૯૪ર૭૪ ૦૭પ૩૧, વિનોદ બી.સોલંકી ઓડીટર મો.૯૯૧૩૦ ૮૧૧૩૪

(1:14 pm IST)