Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોરોના સંદર્ભે અમુક વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર : ૧૦:૩૦ વાગ્યે

(કૌશલ સવજાણી દ્વારા) જામખંભાળિયા,તા.૪ :  ગુજરાત તેમજ ભારતના કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાના કેટલાક નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જે અંતર્ગત ખંભાળિયા તાલુકાના સલાયા ગામે બારલો વાસ ખાતે હસન હમીદ ભાયાનું ઘર, જ્યારે દ્વારકા તાલુકાના દ્વારાવતી એપાર્ટમેન્ટ રૂમ નંબર - ૧૦૩ અને અરવિંદ બાબુભાઈ રાયમગીયાનું ઘર, ગ્રાઉન્ડ ફ્લોર - વિરમેશ્વર એપાર્ટમેન્ટ તથા મીઠાપુરના અનિલભાઈ ઠાકરનું ઘર, ન્યુ એચ.ઈ.એફ - ૧૪૬ અને કારૂભાઈ સામાણીનું ઘર, ન્યુ એચ.ઈ.એફ. - ૧૨૪, ટાટા ટાઉનશીપ વિસ્તારમાં મળી કુલ પાંચ ઘરોમાં રવિવારે નવા પોઝીટીવ કેસ આવતા કોરોનાના ઝડપી સંક્રમણને ધ્યાને લઈ, લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર  પ્રતિબંધ અંગેની જરૂરિયાત જણાતા દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.એ. પંડ્યાએ જાહેરનામા દ્વારા કેટલાક  પ્રતિબંધો મૂક્યા છે.

આ સિવાય અન્ય તમામ રસ્તાઓ યોગ્ય બેરીકેડિંગ કરીને સંપૂર્ણ બંધ કરી આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે, કન્ટેનમેન્ટ જાહેર કરેલ વિસ્તારમાંથી મેડીકલ ઈમરજન્સી અને આવશ્યક ચીજ વસ્તુઓની સપ્લાય સાથે સંકળાયેલ પાસ ધારકો સિવાય કોઈ પણ વ્યકિત બહાર અવર-જવર કરી શકશે નહીં,

આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલા વિસ્તારમાં ભારત સરકારના કન્ટેન્ટમેન્ટ ઝોન પ્લાનની ગાઈડલાઈન અને આ જાહેરનામાની અમલવારી ચૌદ દિવસ સુધી તા. ૧૫ જાન્યુઆરી સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.

(1:25 pm IST)