Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

સાવરકુંડલામાં જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા સ્વખર્ચે સીસીટીવી લગાવાયા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૪ :  અમરેલી જિલ્લા ભાજપ ના ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસૂરિયા દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો માં સ્વંખચે સી સી ટી વી કેમેરા ફિટ કરાવી આપતા શ્રી પાનસૂરિયા ની વાહ વાહ થવા લાગી છે

અમરેલી જિલ્લા ભાજપ ના ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસૂરિયા ને કોય પણ સ્વાર્થ કે લાલચ વિના તેમજ તેમની કોય ફરજ ન હોવા છતાં  લોકો ની ચિંતા અને લોક હિતાર્થ કાર્યો કરવા ચુકતા ન હોય તેવુ જોવા અને જાણવા મળેલ છે  

    સાવરકુંડલા શહેર ની સતત ચિંતા કરતા સુરેશભાઈ પાનસૂરિયા એ શહેર અને શહેર ની જનતા સુરક્ષીત રાખવા માટે તેમજ કોય પણ ઘટના  બને તો તેનો તાત્કાલિક પર્દાફાશ થઈ જાય તેમજ ચોરી લૂંટ મારા મારી અકસ્માત વિગેરે પ્રકાર ના બનાવો નો તાત્કાલિક ઉકેલવવા માટે શહેર ના નેસડી રોડ  નવલી પોલીસ ચોકી મહુવા રોડ વિગેરે શહેર ના હાર્દસમાં વિસ્તારો માં સી સી ટી વી કેમેરા મુકવા માં આવેલ છે શ્રી સુરેશભાઈ પાનસૂરિયા ની લોક હિતાર્થ ની કામગિરી કરવા માં આવતા શ્રી પાનસૂરિયા ની અધિકારી પદાધિકારી ઓ વિવિધ રાજકીય અગ્રણી ઓ માં અને શહેર ની આમ જનતા માં પ્રસંશા થવા લાગી છે

શહેર માં બનતા બનાવીને અટકાવ અને શહેરના હિત માટેની જબરી કામગીરી કરવાથી શ્રી સુરેશભાઈ પાનસૂરિયાએ આમજનતાના દિલમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે સાથો સાથ શહેર માં સુરેશભાઈ પાનસૂરિયા એક કાર્યશીલ આગેવાન તરીકે લોકોના દિલમાં અને મગજમાં પ્રસરી ગયા છે 

આગામી આવનારા દિવસો માં શહેર સ્વચ્છ અને સુંદર અને સુરક્ષિત રાખવા ના અઢળક કામગીરી કરવા માં આવશે તેવું જાણવા મળેલ છે.

(1:17 pm IST)