Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

સાવરકુંડલા ગૌશાળા નજીક કાર ચાલકે હડફેટે લેતા માતા-પિતા અને દાદીમાને ઇજા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૪ : સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ ગામના સંદીપભાઇ વજુભાઇ રાદડીયા (ઉ.વ.૩ર) તેમના માતા-પિતા અને દાદીમા સહિત પરિવારજનોને લઇ ફોર વ્હીલ નિશાન જીજે-૦પ-જેએ-૭૪રમાં આવતા હતા.ત્યારે નેસડીથી સાવરકુંડલા ગૌ શાળા નજીક અલટો કાર જીજે૧૪ઇ-પ૧૯૦ના ચાલકે હડફેટેલેતા માતા-પિતા અને દાદીમાને પગમાં તેમજ કમરમાં ગંભીર ઇજાઓ કરી નાસી ગયાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દારૂ જપ્ત

ટીંબી ચેકપોસ્ટ ઉપરથી અતુલ રીક્ષા જીજે ૧૩ એવી ર૧૦પમાં ભાવનગરના રાજન રસીકભાઇ સોલંકી, જયંતી કેશુભાઇ વાઘેલાને બિયર અને ઇગ્લીશ દારૂ મળી ર૮ નંગ અને રીક્ષા મળી રૂ.પપ,૦૮રના મુદામાલ સાથે જયારે મેકસીમાં રીક્ષા જીજે ૦૪ એયુ ૪૮૩૯માં ભાવનગરના  આકાશ ભરતભાઇ મકવાણાને બિયર ૬ ટીન અને ઇગ્લીશ દારૂ ૩ બોટલ મળી રૂ.પ૦,પ૭૦ના મુદામાલ સાથે પો.કોન્સ. જંડુરભાઇ વાઘે ઝડપી પાડયા હતા.

ચોરી

લીલીયા અમૃતબા હાઇસ્કુલ પાસેથી બજાજ પ્લેટીના જીજે૦પ-જીપી ૯૩ર૭ રૂ.૧પ હજારની કિંમતનું કોઇ ચોરી ગયાની આંબા ગામના મુકેશભાઇ કયાડાએ લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સાવરકુંડલા ભુદ્રાપરામાં રહેતા ભનુભાઇ ઉર્ફે ભાકુભાઇ કેશુભાઇ દેગામાનું હોન્ડા સ્પ્લેન્ડર જીજે ૧૪એબી ર૧૯૩ રૂ.રપ હજારનીં કિંમતનંુ તેમના ઘર પાસેથી કોઇ ચોરી કરી ગયાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:26 pm IST)