Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ડાયનેમીક ગૃપ-અમરેલી દ્વારા ભામાસા ગોપાલભાઇ વસ્તરપરાનું સુલતાનપુરમાં સુલ્તાની સન્માન

અમરેલીઃ પાંચાળ પંથકના ચમારડીના વતની તથા સુરત સ્થિત ક્રિષ્ના કોર્પોરેશનના માલીક ભામાષા, સેવારત્ન, સર્વજ્ઞાતી સમુહ લગ્નોત્સવના પ્રણેતા અને ખોડલધામ-કાગવડ મંદિર નિર્માણના સૌથી મોટા અગીયાર કરોડના દાતા તથા ટ્રસ્ટી ગોપાલભાઇ વસ્તરપરાએ પોતાના વતન ચમારડીથી કાગવડ સુધીની પદયાત્રાનું આયોજન કરીને ચમારડીથી કાગવડ ચાલીને માં ખોડીયારને માથુ ટેકવવાનો સંકલ્પ કર્યો હતો. ત્યારે ચમારડીથી સુલતાનપુર ગોપાલભાઇની પદયાત્રા એક હજાર કરતા પણ વધુની સંખ્યામાં જોડાયેલા પદયાત્રીઓના કાફલા સાથે સુલતાનપુર આવી પહોંચતા લોકડાયરાનું આયોજન કરાયું હતું. ત્યારે અમરેલીના ડાયનેમીક ગૃપ દ્વારા લેઉવા પટેલ સમાજના મેને. ટ્રસ્ટી ડી.કે.રૈયાણીની અધ્યક્ષતામાં ધારાસભ્યશ્રીઓ પ્રતાપભાઇ દુધાત, લલીતભાઇ વસોયા, કિરીટભાઇ પટેલ તથા સૌ. યુનિ.ના પુર્વ સીન્ડીકેટ સભ્ય દિનેશભાઇ ચોવટીયા, રમેશભાઇ ટીલાળા વિ.ની ઉપસ્થિતિમાં ડાયનેમીક ગૃપ અમરેલીના પ્રમુખ હરેશભાઇ બાવીશી તથા લેઉવા પટેલ સમાજ-અમરેલીના મેને.ટ્રસ્ટી, અગ્રણી ઉદ્યોગપતિ ડી.કે.રૈયાણીએ ગોપાલશેઠ ચમારડીવાળાને ફુલહાર, સાલ ઓઢાડીને સૌરાષ્ટ્ર સેવારત્ન દ્વારા સન્માનપત્ર આપીને દશ હજાર કરતા પણ વધારે માનવ મહેરામણ વચ્ચે સન્માનીત કર્યા હતા.

(1:18 pm IST)