Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ધોરાજી તાલુકાના ફરેણી સ્વામિનારાયણ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ભુજ ખાતે ઇન્ટર સ્કૂલ સ્પર્ધામાં ગૌરવ વધાર્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી તાલુકાના ફરેણી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ના વિદ્યાર્થીઓ ભુજ ખાતે ઇન્ટર સ્કૂલ સ્પર્ધામાં  ગૌરવ વધાર્યું છે

સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી ના ડાયરેક્ટર મહેશભાઈ ટાંકે જણાવેલ કે ધોરાજી તાલુકાના કારણે સ્વામિનારાયણ વિદ્યાપીઠ ના વિદ્યાર્થીઓ ઇન્ટર સ્કૂલ સ્પર્ધામાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તાજેતરમાં જ ભુજ ખાતે રમાયેલ પ્રથમ ઈન્ટર સ્કુલ સ્પર્ધામાં શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ  ફરેણી નાં બાળકો એ ૫ ગોલ્ડ મેડલ, ૪ સિલ્વર મેડલ અને ૪ બ્રોન્ઝમેડલ સાથે તમામ રમતોમાં ભવ્ય વિજય મેળવ્યો.
તા. ૩૦ અને ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ સુર્યા સ્પોર્ટ્સ એકેડમી કચ્છ સંચાલિત પ્રથમ ઇન્ટર સ્કુલ સ્પર્ધા – ૨૦૨૧ ભુજ ખાતે યોજવામાં આવેલી હતી જેમાં કુલ ૮ શાળાઓ ની વચ્ચે લોન ટેનીસ, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, તેમજ બેડમિન્ટન જેવી જુદી જુદી રમતો ની જુદા જુદા વય જૂથ (અન્ડર ૧૪,૧૭, ૧૯)ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી સ્વામીનારાયણ વિદ્યાપીઠ – ફરેણીનાં વિદ્યાર્થીઓ લોન ટેનીસમાં ૧ ગોલ્ડ, ૨ સીલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ, બાસ્કેટબોલ ની સમગ્ર ટીમ ગોલ્ડ મેડલ સાથે પ્રથમ સ્થાને, ટેબલટેનીસમાં ૩ ગોલ્ડ મેડલ, ૧ સીલ્વર મેડલ અને ૨ બ્રોન્ઝ મેડલ, વોલીબોલ ની સમગ્ર ટીમ બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજાસ્થાને તથા બેડમિન્ટન ની રમત માં ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ સાથે યોજાયેલી તમામ રમતો માં ભવ્ય વિજયમેળવી શાળા તથા ફરેણી નું નામ રોશન કરેલ છે.
આ વિજેતા બનેલ વિદ્યાર્થીઓને પરમ પૂજ્ય સદ્ગુરુ શાસ્ત્રી શ્રીબાલકૃષ્ણદાસજી સ્વામી , પરમ પૂજ્ય અક્ષર વલ્લભદાસજી સ્વામી,શ્રી ચત્રભુજ સ્વામી,હરિભક્તો, પાર્ષદો,તેમજ  સ્વામીનારાયણ વિદ્યાપીઠ (CBSE)ઈંગ્લીશ મીડીયમ નાં પ્રિન્સીપાલ હિતેન રાઠોડ તેમજ ડાયરેક્ટર મહેશભાઈ ટાંક તેમજ કોચ ટીમ જયદીપસિંહ પરમાર, આનંદ પટેલ , રોહિત વિશ્વનાથન આ તમામ ટીમ સભ્યો દ્વારા રમતવીરોને ખુબખુબ અભિનંદન પાઠવ્યા.

(9:20 pm IST)