Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

મોરબીમાં આકાશમાં લાઇટોના અનોખા નજારાએ કુતુહલ સર્જ્યું.

રાત્રીના અંધકારને ચીરતી આ ચમકતી લાઈટો જોવા મળતા ભારે કુતુહલ જોવા મળ્યું

મોરબીમાં આજે અવકાશમાં અદભુત નજરો જોવા મળ્યો હતો. મોડી સાંજના સમયે આકાશમાં એકસાથે અનેક ચમકતી લાઈટો દેખાઈ હતી. રાત્રીના અંધકારને ચીરતી આ ચમકતી લાઈટો જોવા મળતા ભારે કુતુહલ જોવા મળ્યું હતું અને જો કે અવકાશમાં જોવું મળેલી લાઈટો સ્પેસમાં છોડાયેલા સેટેલાઇટની લાઈટો હોવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.

મોરબીમાં આજે સાંજે આકાશમાં અદભુત લાઈટો જોવા મળી હતી. રોકેટની જેમ આ લાઈટો એકદમ ચમકતી જોવા મળી છે. આકાશમાં આ ચમકતી લાઈટો ઠેરઠેર જોવા મળતા લોકોમાં ભારે કૌતુક જાગ્યું હતું. પરંતુ અવકાશમાં જોવું મળેલી લાઈટો સ્પેસમાં છોડાયેલા સેટેલાઇટની લાઈટો હોવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.

(11:53 pm IST)