Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૦મીએ અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી મહિલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજાશે

રાજુલા સ્થિત સંઘવી મહિલા આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે ભરતી મેળો યોજાશે

અમરેલી:અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ કોમર્સ કોલેજ રાજુલાના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની ઉત્સાહી અને ઉર્જાવાન મહિલા રોજગાર ઈચ્છુકો માટે રાજ્યના ખાનગી અગ્રગણ્ય એકમો માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવારોની ખાલી જગ્યાઓને અનુરુપ આવશ્યકતા છે. ધો.૧૦ પાસથી અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ કર્યો હોય તેવી લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા આર્ટ્સ-કોમર્સ કોલેજ, રાજુલા ખાતે આગામી તા.૧૦ ફેબ્રુઆરી, ૨૩ને શુક્રવારના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

 આ ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક હોય તેવા મહિલા ઉમેદવારોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબ સિકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજિસ્ટ્રેશન લીંક  https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લિક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(1:17 am IST)