Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ગોંડલ ગ્રીનપાર્ક સોસાયટી માંથી વિદેશી દારૂની બોટલ નંગ-432 ઝડપાઈ

વિદેશી દારૂ અને ઇનોવા કાર સહિત કુલ રૂ. 529600નો મુદામાલ કબજે કરવામાં આવ્યો:

ગોંડલ: એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહિલ, પીએસઆઈ ડી.જી.બડવા, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ રાણા,જયેન્દ્રસિંહ વાઘેલા, મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી,  રૂપકભાઇ બોહરા, પ્રહલાદસિંહ રાઠોડ સહિતનાઓએ બાતમીના આધારે ગોંડલ,જેતપુર રોડ,ગ્રીન પાર્ક સોસાયટીમાંથી ટોયોટા કંપનીની ઇનોવા  GJ-01-KD-3322માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-432 કિ.રૂ. 129600 તથા એક ઇનોવા કાર કિ.રૂ. 400000 સહિત કુલ રૂ.529600નો મુદામાલ કબજે કરી ઇનોવા માલિકને ઝડપવા કાર્યવાહી હાથ ધરી ધરી હતી.

(1:27 am IST)