Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જામકંડોરણા તાલુકાના રાયડી ગામના ખેડૂતોએ પોષણક્ષમ ભાવ ન મળતા ડુંગળી રસ્‍તાઓ પર ફેંકી દીધી

ધોરાજી, તા.૪: ડુંગળીએ ખેડૂતોને રડાવયા હાલ ખેડૂતોએ પોતાના ખેતર સારા ભાવ મળે તે માટે પોતાના ખેતરમા ડુંગળી વાવેતર કરેલ અને મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓ છંટકાવ તથા ખેત મજુરી કરી જામકંડોરણા તાલુકા રાયડી ગામના ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમા ડુંગળીઓનુ વાવેતર કરેલ પણ હાલ ડુંગળીના ભાવ એક મણનો ભાવ દોઢ સોથી સારી ડુંગળી હોય બસો રૂપિયા માર્કેટીંગ યાર્ડમા ભાવ મળે છે પણ ખેડૂતોએ ડુંગળીઓ નુ વાવેતર કરેલ અને પાક ખેતરેથી માર્કેટીંગ યાર્ડ સુધી પહોંચાડવાનો ખર્ચ જ બસો અઢી સો રૂપિયા થઈ જાય છે તો હાલ જે ભાવ મળી રહયા છે તેમા તો ખેડૂત ની ડુંગળીઓની પડતર પણ નથી થતી તેથી ખેડૂતોએ ડુંગળી પોતાના ખેતરમા રાખી દિધેલ છે જ્‍યારે ભાવ સારા મળશે ત્‍યારે ખેડૂતમાથી ઉપાડીને માર્કેટીંગ યાર્ડમા વહેંચવા વહેંચીસુ ત્‍યા સુધી ખેતરમા ડુંગળી ભલે પડી હાલ ગરીબો કસ્‍તુરી તો ડુંગળીનુ વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણી રડાવી રહી છે રાયડી ગામના ખેડૂતોએ ડુંગળીનો પોષણક્ષણ ભાવ ન મળતા રસ્‍તાઓ પર ડુંગળીઓ ફેંકીને પોતાનો રોષ વ્‍યક્‍ત કરેલ

(10:58 am IST)