Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

માળીયામિંયાણામાં વરલીના આંકડા લેતો મુનો પકડાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા ૪ : માળિયામિંયાણા ખાખરેચી ગામના ઝાપા પાસે પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. એ દરમિયાન આરોપી સોંડાભાઇ શંખેશરીયા વર્લી ફીચરના આંકડાઓ લખી જુગાર રમી રમાડતો ઝડપાયો હતો. પોલીસ વરલી ફિચનું સાહિત્‍ય તથા રોકડા રૂપિયા ૪૭૦ સહિતનો મુદ્દામાલ જપ્‍ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(10:59 am IST)