Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ગોંડલ પોલીસે કારમાં ૨૧૨ બોટલ દારૂ સાથે મનીષ સોરોયાને ઝડપી લીધો

એલસીબીના દારૂના દરોડા બાદ સ્‍થાનીક પોલીસ પણ દોડતી થઇ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૪: ગોંડલ શહેરની ગ્રીનપાર્ક સોસાયટીમાં ઇનોવા ગાડીમાંથી એલસીબીએ દારૂ ઝડપાયાની ઘટનાને ગણતરી ની કલાકો વીતી નથી ત્‍યાં જ શહેરની આશાપુરા ચોકડી પાસે સીટી પોલીસે બાતમીના આધારે કવાલિસ્‌ ગાડીમાં જતા શખ્‍સને રોકી તલાસી લેતા વિદેશી દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો

પ્રાપ્ત વિગતો મુજબ સીટી પીઆઈ એમ.આર.સંગાડા, હેડ કોન્‍સ્‍ટેબલ વિપુલભાઈ ગુજરાતી, મહિપાલસિંહ, વઘાભાઈ સહિતનાઓએ બાતમીના આધારે આશાપુરા ચોકડી પાસે મનીષ મગનભાઇ સોરોયા રહે.ગોંડલ સફેદ કલર ની ટોયોટા કવાલીસ રજી નંબર જી.જે.૧૪-ઇ ૧૦૮૮ નીકળતા તેને કરોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્‍થો બોટલ નંગ ૨૧૨ કિંમત રૂ. ૧૦૬૦૦૦ મળી આવતા ઉપરોક્‍ત શખ્‍સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવમાં કવાલિસ ગાડી સહિત કુલ રૂ. ૨૧૦૦૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્‍યો હતો.

(1:47 pm IST)