Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

મારામારીના કેસમાં ગીરગઢડાની કોર્ટ દ્વારા આરોપીને ત્રણ વર્ષની સજા

ઉના,તા.૪ : ગીર ગઢડા કોર્ટે મારામારીના કેસમાં આરોપીને ૩ વર્ષની સાદી કેદની સજા અને રૂા.૧૦,૦૦૦/-નો દંડ કર્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ ગત તારીખ ૨૭/૨/૨૦૧૪ના રોજ તુલશીશ્‍યામ ના ફોરેસ્‍ટ ગાર્ડ સંજય ભાઈ રૈયા ભાઇ લાઠિયા જશાધાર ગીર ગામે બસ સ્‍ટેન્‍ડ નજીક તુલસી શ્‍યામ રોડ ઉપર નોકરીઉપર હતા અનેઊભા હતાં ત્‍યારે નાગ ભાઈ વાસુર ભાઈ આહીર રે. સરકડિયા નેશ તા. ગીર ગઢડા વાળા આવી તું મારી સામે કેમ જોયાં કરેછે તેમ કહી તે અગાઉ મારા માણસોને દારૂના કેસમાં પકડાવેલ છે. તેમ કહી ઉગ્ર ઝપા ઝપી કરી સંજય ભાઈ ના માથા માં જમણા હાથ માંપહેરેલ કડું મારી લોહી લુહાણ કરી ઈજા કરી અને ધમકી આપેલ કે મને ચેક પોસ્‍ટ ઊપર રોકશો તો જાન થી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો ફોરેસ્‍ટર ને  હોસ્‍પિટલે સારવાર માટે દાખલ કરવા માં આવેલા હતા અને ગીર ગઢડા પોલીસ સ્‍ટેશન માં આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી.

ગીર ગઢડા પોલીસ એ ગુનો દાખલ કરી આરોપી ને પકડી કોર્ટ માં પોલીસ ચાર્જ સીટ દાખલ કરેલ અને કેસ ચાલતા સરકારી વકીલ એ સાક્ષી પુરાવા રજૂ કરી સજા કરવા માગણી કરી હતી.

ગીર ગઢડા ની જયુડિશ્‍યલ મેજિસ્‍ટ્રેટ  કોર્ટના જજ સુનીલકુમાર પી. દવે એ આરોપી સામે ગુનો સાબિત થતો હોય આરોપી નાગભાઈ વાસુર આહીર ને ત્રણ વરસ ની સાદી કેદ અને ૧૦હજાર રૂપિયા દંડ ભરવા ની સજા કરી હતી.

(1:47 pm IST)