Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

પોરબંદરના વેટલેન્‍ડમાં વિહરતા પક્ષીઓના લીવરમાં જંતુનાશક દવાઓનું પ્રમાણ મળી આવ્‍યું

ખેતરોમાં નીંદણ (ઘાસ)નો નાશ કરવા વપરાતી ઓકસાડાઇઝોન એક હીંસાઇડ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઇ શકે : ૬ જેટલી પક્ષીઓની પ્રજાતિઓમાં ખતરનાક જંતુનાશકો મળ્‍યા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર,તા.૪ : મોકરસાગર વેટલેન્‍ડ કન્‍ઝર્વેશન  કમીટીના  પ્રમુખ ડૉ ધવલ વારીયાએ સતત સાત વર્ષ(૨૦૧૫ થી ૨૦૨૧) સુધી મિત્રો અને સ્‍વયંસેવકો સાથે મળીને પોરબંદરના ૨૩ વેટલેન્‍ડમાં પક્ષી ગણતરી હાથ ધરી હતી. આ અભ્‍યાસમાં અમીપુર, બરડાસાગર, ભાદરબારા, છત્રાવા, છાયા, કોદારા, ગરેજ, જાવર, જન્નત બીચ, સુભાષનગર, કાલીન્‍દ્રી, ખેલાળા, કુછડી, લાંબા, મેંઢાક્રીક, મોરસાગર, નવીબંદર, ઓડદર, દરિયાકાંઠો પક્ષી અભ્‍યારણ્‍ય, રાણાસર, સોરઠી, વીંસાવાડા જેવા વેટલેન્‍ડનો સમાવેશ થાય છે. પક્ષી ગણતરી દરમ્‍યાન પક્ષીઓના લીવરમાં જંતુનાશક દવાનું ચિંતાજનક પ્રમાણ મળી આવ્‍યું હતું.

 વર્ષ ૨૦૧૫માં ૧૦૩ પક્ષીની  પ્રજાતિમાં કુલ ૨૦૮૧૫૦ પક્ષીઓ નોંધાયા હતા. ૨૦૧૬માં ૧૧૮  પ્રજાતિઓના કુલ -૪,,૬૨૦ ૫ક્ષી નોંધાયા, ૨૦૧૭માં ૧૦૪ પક્ષીઓની  પ્રજાતિના ૨,૧૨,૧૦૯ પક્ષીઓ નોંધાયા, ૨૦૧૮માં ૧૧૧  પ્રજાતિઓના ૨,૨૯,૯૬૮ પક્ષીઓ નોંધાયા ૨૦૧૯માં ૧૨૬  પ્રજાતિઓના ૪૦૦૦૧૮ પક્ષીઓ નોંધાયા, ૨૦૨૦માં ૧૩૪  પ્રજાતિઓના ૪,૩૨,૫૮૦ પંખીઓ નોંધાયા, ૨૦૨૧માં ૧૧૭  પ્રજાતિઓના ૪,૮૨,૮૦૬ પક્ષીઓ નોંધાયા તા.

 અભ્‍યાસમાં લેવાયેલ વિવિધ વેટલેન્‍ડ પૈકી અમીપુર, બરડાસાગર, છાયા, જાવર, કુછડી, મેંઢાક્રીક અને મોકરસાગરમ ૨૦,૦૦૦થી વધુ પક્ષીઓ નોંધાયા હતા. ૨૦,૦૦૦ પક્ષીઓની હાજરીએ કોઇ વેટલેન્‍ડનું આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ મહત્‍વ સાબીત કરવાનું અગત્‍યનું પાસુ છે અને રામસર, કી બાયોડાવર્સીટી એરીયા જાહેર કરવા માટે ઉપયોગમા લેવામાં આવે છે. પોરબંદરવાસીઓ માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે આ ૨૩ પૈકી ૧૭ વેટલેન્‍ડ એવા છે કે જે રાપસર અને ફ્રી બાયોડાયવર્સીટી એરીયાના વિવિધ માપો,ક્રાઇટેરીયામાં ધરાવે છે.

 કોઇપણ પક્ષીની જાહેર થયેલી ભૌગોલિક વસ્‍તીના ૧૧ વસ્‍તી જયાં નોંધાતી હોય તેવા વેટલેન્‍ડ પણ આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ મહત્‍વ ધરાવે છે પોરબંદરના કયા વેટલેન્‍ડમાં કેટલા પક્ષીઓની ૧% સંખ્‍યા નોંધાઇ છે તે અહીં દર્શાવ્‍યું છે. જુઇ જુલાવેટલેન્‍ડમાં ૧% સંખ્‍યા નોંધાઇ હોય તેવા પક્ષીઓની કુલ પ્રજાતિઓની ગણતરી કરતા તેમણે જણાવ્‍યું હતું કે મોકરસાગર ૩૨, જાવર ૧૧, મેંઢાક્રીકમાં ૧૧, બરડાસાગરમાં ૬, અમીપુરમાં ૫.સુભાષનગરમાં ૫.કુછડીમાં ૫, ભાદરબારા- છાયા- કોદારા-લાંબા- નવી બંદર-રાણાવાવ અને વીસાવાડામાં  ૧% -જાતિઓ છે.

 ૨૩માંથી સાત વેટલેન્‍ડમાં ૨૦,૦૦૦થી વધુ તથા બે વેટલેન્‍ડમાં એક લાખથી વધુ મોકરસાગર તથા કેંદ્રાદિનોંધાયા મોકરસાગર વેલેન્‍ડમાં એક લાખથી વધુ પક્ષીઓ સાત વર્ષમાં પાંચ વાર નોંધાયા જે ખૂબ મહત્‍વનું છે. સૌથી વધુ પક્ષીઓ ૪,૯૬,૬૨૦ વર્ષ ૨૦૧૬માં નોંધાયા (સંખ્‍યા) સૌથી વધુ પક્ષી વિવિધતા વર્ષ ૨૦૨૦માં નોંધાઇ-૧૩૪  પ્રજાતિઓ, પક્ષીઓની ૧%ભૌગોલિક સંખ્‍યા ૩૬ પ્રજાતિના પક્ષીઓ ૧% થી વધુ ભૌગોલિક સંખ્‍યામ ૧૪ વિવિધ વેટલેન્‍ડમાં જોવા મળ્‍યા આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ સંગતર્ગત પક્ષીઓ હોઇ તેવી પાંચ પ્રજાતિઓ તથા સંતશ્રત થવાની હોય તેવી ૧૧ પ્રજાતિઓ પોરબંદરના વેટલેન્‍ડમાં નોંધાયા.

 ૨૩માંથી ૧૨ વેટલેન્‍ડ એકથી વધુ માનવસર્જીત, કુદરતી સંકટમાં છે તેમ જણાવીને ઉમેર્યુ કે વનવિભાગની પૂર્વ મંજરી લીધા બાદ પક્ષીઓના લીવરમાં જંતુનાશક વા(પેસ્‍ટીસાઇડ)ની હાજરી તપાસવામાં આવી હતી ઉત્તરાયણ દરમ્‍યાન જે પક્ષીઓ ઘાયલ થયા હતા અને સારવાર આપવા છતાં મળત્‍યુ પામ્‍યા હોય તેવા પક્ષીઓનો અહીં ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. લીકવીડ કોંગેટોગ્રાફી, પાસ સોક્રોસ્‍કોપી જેવો લેટેસ્‍ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી પક્ષીઓના લીવરમાં ૨૩૦ વિવિધ જંતુનાશક દવાઓની હાજરી તપાસવામાં આવી હતી, જેનું પરિણામ આ પ્રમાણે છે. મોટાબગલામાં પેસ્‍ટીસાઇડ ઇન્‍ડોકસાકાર્બનું પ્રમાણ ૦.૦૧૨ પી.પી.એમ અને ઓકસાડાઇઝોન ૦ હતું. કાણી બગલીમાં પેસ્‍ટીસાઇડ ઇન્‍ડોસાકાર્બ ૦૦૧૫ પી.પીએમ અને ઓક્‍સાડાયાોનનું પ્રમાણ ૦.૨૩૩ પી.પી.એમ હતું.ઇન્‍ડૉસાકાર્બ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઇ શકે છે. કસાડાઇઝોન એક ઢોંસાઇડ છે જે નીંદણનો નાશ કરવા વપરાય છે.પક્ષીઓ ઉપરાંત વેટલેન્‍ડની માછલીઓ જે મચ્‍છીમાર્કેટમાં વેચાય પણ છે, તેની છ પ્રજાતિઓમાંથી ઇન્‍ડોસાકાર્બ, ઇપીડાક્‍લોપ્રીડ, ઓક્‍ડાઇઝોન એમેટોડીન આ ચાર જંતુનાશકોં પી આવ્‍યા હતા

ઉત્તરાયણમાં ઘાયલ થયેલા મળત પક્ષીઓના પીંછામાં હેવી મેટલની હાજરી તપાસવામાં આવી હતી. આ દરમિયાન બાર પક્ષી પ્રજાતિઓમાં ઝીંક, આયન, લીડ, કોપર તથા ક્રોમીયમની હાજરી જાણવા મળેલ છે. વાડી પ્‍લોટમાંથી રેસ્‍કયુ કરેલ કાળી કાંકણસારમાં લોહતત્‍વ સૌથી વધુ મળેલ. (૧૯૩૭.૬૪ પી.પી.એમ.) સૌથી વધુ લીડ (જસત) સુભાષનગરમાંથી રેસ્‍કયુ કરેલ. નાના શ્‍યામશીર ધોમડામાં મળેલ. સૌથી વધુ તાંબુ, નાના હજમા તથા સૌથી વધુ ક્રોમીયમ કાણી બગલીમાં જોવા મળ્‍યું હતુ

(1:05 pm IST)