Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ધોરાજીના મજેવડી ગામની મહીલાને નખક બીમારીમાં આધુનિક સારવારથી નવજીવન

ધોરાજી તા. ૩ : જુનાગઢ જીલ્લાના મજેવડી ગામની મહીલાને નખક નામનો રોગ થતા પહેલા શરદી ઉધરસ બાદ બે દિવસમાં હાથ પગ ખોટા પડવા લાગતા અને જમે તો ગળે ન ઉતરે. ત્‍યાર બાદ જુનાગઢ ખાતે રિસર્ચ હોસ્‍પીટલના ડો. આકાશ પટોડીયાએ ઘનીષ્‍ટ સારવાર માટે આઇસીયુમાં દાખલ કર્યા હતા.  આ ગુલિયન બારી સિન્‍ડ્રોમ(જીબીએસ) રોગમાં શરૂઆતમાં સંવેદનામાં ફેરફાર થાય અને સ્‍નાયુઓની નબળાઇ સાથે પીઠમાં દુઃખાવો થાય છે. હાથ પગ કામ કરતા બંધ થઇ જાય છે તથા શ્‍વાસ લેવામાં તકલીફ થાય છે. આવી બિમારીમાં વૈશ્‍વિક સ્‍તરે અસરગ્રસ્‍તોમાંથી આશરે ૭.૫ ટકા લોકો મૃત્‍યુ પામે છે. આ મહીલા દર્દીને રોજ ૧૦ બોટલ પ્‍લાઝમા ચડે છે. પાંચ દિવસમાં ૫૦ બોટલ પ્‍લાઝમા ચડાવવામાં આવે છે. ડો. આકાશ પટોડીયાની આધુનિક સારવારથી મહીલા રોગ મુકત થયા હતા. જેથી દર્દીના પરીવારજનોએ ડો.  આકાશ પટોડીયાનો આભાર માની સન્‍માનીત કર્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયા ધોરાજી)

 

(1:09 pm IST)