Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

પોરબંદર નગરપાલિકા પાણી પુરવઠા બોર્ડનું બીલ ભરવા પ્રશ્ને ‘પાણી' માં બેસી ગઇઃ પ૧,પ૯ કરોડની ચડત રકમ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૪ :.. પોરબંદર-છાંયા નગરપાલિકા તંત્રએ પાણી પુરવઠા બોર્ડને ચુકવવાની થતી પાણીના બીલની રકમ પ૧,પ૯ કરોડ પહોંચી ગઇ છે. નગરપાલિકા દ્વારા શહેરમાંથી પાણી વેરા અને મિલ્‍કત વેરાની રકમ લોકો પાસેથી એડવાન્‍સમાં ઉઘરાવી લ્‍યે છે. પરંતુ પાણીના બીલની રકમ નગરપાલિકા સમયસર ભરતી ન હોય પાણી પુરવઠા બોર્ડને ચુકવવાની પ૧ કરોડની બીલની રકમ ચડત થઇ છે. પાણી પુરવઠા બોર્ડ દ્વરા પાણી બીલની ચડત રકમ ભરી દેવા અનેક વખત નોટીસો અને સ્‍મૃતિ પત્રો પાઠવા છે. છતાં પાણી બીલ ભરવા નગરપાલિકા કોઇ કાર્યવાહી કરતી નથી.માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે. તેમ તેમ પોરબંદર પાલિકાનું તંત્ર વેરા વસુલવા માટે ઢોલ નગારા વગાડીને કાર્યવાહી કરવા તૈયારી કરે છે. પરંતુ પાલિકાનું તંત્ર પોતાને પાણી' નાણા ચૂકવવાના થાય છે ત્‍યારે પાણીમાં બેસી જાય છે.

નગરપાલિકાએ પાણી પુરવાઠ બોર્ડને પ૧.પ૯ કરોડ રૂપિયાનું બીલ ચુકવ્‍યું નહીં હોવાનું સામે આવ્‍યું છે. પાલિકા દ્વારા પાણી પુરવઠા વિભાગને લાંબા સમયથી પાણીનું બીલ ન ચુકવવામાં આવતાં બીલની રકમ પ૧.પ૦ કરોડ સુધી આંબી ગઇ છે. જે વસુલવા માટે વારંવાર નોટીસો ફટકારવામાં આવે છે. પરંતુ પાલિકા તંત્ર બીલ ભરવા મામલે પાણીમાં બેસી ગયું છે. માર્ચ એન્‍ડીંગ નજીક આવતા પોરબંદર છાંયા નગરપાલિકા દ્વારા લાંબા સમયથી મિલકત વેરો ન ભરનાર ધારકોને ત્‍યાં ઢોલ નગારા વગાડવામાં આવે છે, પાણી કનેકશન કટ, મિલ્‍કત સીલ પણ કરવામાં આવે છે.

ત્‍યારે નગરપાલિકા પાણી પુરવઠાના બીલો ન ચૂકવવામાં આવતા બીલની રકમ પ૧.પ૯ કરોડ સુધી આંબી ગઇ છે. જે વસુલવા માટે વારંવાર નોટીસો ફટકારવામાં આવે છે. પરંતુ પાલિકા તંત્ર બીલ  ભરવા મામલે પાણીમાં બેસી ગયું છે.

પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા લાંબા સમયથી મિલ્‍કતવેરો ન ભરનાર ધારકોને ત્‍યાં ઢોલ - નગારા વગાડવામાં આવે છે. પાણી કનેકશન કટ, મિલકત સીલ પણ કરવામાં આવે છે. ત્‍યારે ખુદ પાલિકા દ્વારા જ પાણી પુરવઠા તંત્રને બિલ ભરવામાં ઠાગાઠૈયા કરવામાં આવતાં હોવાનું સામે આવ્‍યું છે. પાણી પુરવઠા બોર્ડના અધિકારી વી. પી. ચૌહાણે જણાવેલ કે છેલ્લા એક દાયકાથી વધુ સમયથી પાલિકાએ પાણી પુરવઠા બોર્ડને પાણીનું બીલ ચુકવ્‍યું નથી. જાન્‍યુઆરી માસના અંત સુધીમાં કુલ પ૧ કરોડ પ૯ લાખ ૧૦,પ૧૮ રૂા. પાણીના બીલ પેટે પાલિકા પાસેથી લ્‍હેણા છે. પુરવઠા બોર્ડ દ્વારા ૬પ થી વધુ વખત બીલ ભરવા માટે નોટીસ પણ ફટકારવામાં આવી છે.

(1:16 pm IST)